Uttarajjhayana 1114
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1114
- Language
- Gujarati
1114
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૧૦ થી ૪૧૬ + વિવેચન [૧૯/નિર્યુક્તિ-૪૧૦ થી ૪૧૬ + વિવેચન]
સુગ્રીવ નગરમાં બલભદ્ર નામે રાજા હતો, તેની અગ્રમહિષી મૃગાવતી નામે હતી. તે બંનેનો પુત્ર ‘બલશ્રી’ નામે હતો. તે ધીમાન, વજ્રઋષભ સંઘયણી, યુવરાજ, ચરમ ભવધારી હતો. તે રમ્ય એવા નંદન નામક પ્રાસાદમાં નંદિત થતાં હૃદયથી પ્રમદાઓની સાથે દોદુંગક દેવની માફક ક્રીડા કરતો હતો. તેમાં કોઈ દિવસે પ્રાસાદતલ ઉપર રહેલા તેણે નગરના માર્ગ ઉપર ગુણ સમગ્ર એવા મુનિને જોયા. રાજપથ ઉપર જતાં તે સંયત શ્રમણને જોયા, જે તપ-નિયમ-સંયમના ધારક, શ્રુતસાગરના પારગ અને ધીર હતા. ત્યારે તે રાજપુત્રને શ્રમણને અનિમેષ દૃષ્ટિથી જોતો વિચારે છે કે - મેં પૂર્વ જન્મમાં આવું રૂપ ક્યાંક જોયું છે. એ પ્રમાણે અનુચિંતન કરતાં ત્યાં જ સંજ્ઞીજ્ઞાન ઉત્પન્ન થયું. મેં પણ પૂર્વભવમાં આવું શ્રામણ્ય પાળેલ છે, તે જાણ્યું.
ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે – ધૃતિમાન્ - ચિત્ત સ્વાસ્થ્યવાળા, ચરમ ભવધારી - પર્યન્ત જન્મવર્તી, ઉન્નંદમાણ - પ્રબળતાથી આનંદને પામતા મનવાળો, રુન્દ - વિસ્તીર્ણ, ગુણ - ઋજુત્વ, સમત્વ આદિ, સમગ્ર - પરિપૂર્ણ. આ બધાં વડે ભાવભિક્ષુત્વ બતાવ્યું - X - X - જાતિસ્મરણ થયા પછી શું કર્યું?