Uttarajjhayana 1113
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1113
- Language
- Gujarati
1113
વિવેચન–૬૧૮ થી ૬૨૨
ત્યારપછી તે ચતુષ્ક, ત્રિક, ચત્વરમાં સંયત શ્રમણને જતાં જુએ છે. અહીં શ્રમણ તો શાક્યાદિ પણ હોય. તેથી સંયત શબ્દનું ગ્રહણ કર્યું. તપ - અનશન આદિ, નિયમ - દ્રવ્યાદિ અભિગ્રહ રૂપ અને સંયમને ધારણ કરનાર, તેથી જ શીલ - ૧૮,૦૦૦ શીલાંગ રૂપ, તેનાથી પરિપૂર્ણ. તેથી એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોની ખાણ સમાન હતા. તે શ્રમણ સંયતને જોઈને મૃગાપુત્રને થયું કે આવા પ્રકારનો આકાર મેં પૂર્વે ક્યાંક જોયેલ છે. પૂર્વે - પૂર્વજન્મમાં બાકી સ્પષ્ટ છે. વિશેષ એ કે – અધ્યવસાન એટલે અંતઃકરણના પરિણામ, શોભન - ક્ષાયોપશમિક ભાવવર્તી, મોહ - મેં આવું ક્યાં જોયું છે? અતિ ચિંતાથી ચિત્ત સંઘટ્ટ જ મૂર્ચ્છા રૂપને પ્રાપ્ત થયા તથા પૌરાણિક જન્મ અને જન્માંતરમાં અનુષ્ઠિત શ્રમણભાવનું સ્મરણ થયું. આને જ અતિ સ્પષ્ટતા હેતુથી કહેવા માટે નિર્યુક્તિકાર કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati