Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1118

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1118

Language
Gujarati

1118

વિવેચન–૬૨૪
અન્ય જન્મમાં મેં સાંભળેલ છે, હિંસા વિરમણ આદિ પાંચ સંખ્યક મહાવ્રતો છે. તથા નરકમાં અસાતા છે, તે અહીં જ કહેવાશે. તિર્યંચ યોનિમાં પણ દુઃખ છે, ઉપલક્ષણથી દેવ અને મનુષ્ય ભવમાં પણ દુઃખ છે. તેથી શું? તે કહે છે – હવે હું અભિલાષથી પ્રતિનિવૃત્ત થયેલો છું. શેનાથી? સંસારરૂપ મહાસમુદ્રથી. જો એમ છે, તેથી મને અનુમતિ આપો કે હું પ્રવ્રજ્યા લઈશ.
અમ્મા - પૂજ્યતરત્વથી અને વિશિષ્ટ પ્રતિબંધ-પણાથી માતાને આમંત્રણ છે. જેથી ભવિષ્યનું દુઃખ ન આવે અથવા તે દુઃખ આવે તો તેને પ્રતિકાર કરવા કહ્યું. હું તો ઉભયથી વિજ્ઞ છું. તો શા માટે દુઃખ પ્રતિકારના ઉપાયરૂપ મહાવ્રત રૂપ પ્રવ્રજ્યાને સ્વીકારીશ. આ જ અર્થને નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (2)