Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1146

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1146

Language
Gujarati

1146

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૨૬ થી ૪૨૮ + વિવેચન [૨૦/નિર્યુક્તિ-૪૨૬ થી ૪૨૮ + વિવેચન]
(અહીં ૩૭ દ્વારો છે. તેના નામો અને સંક્ષેપાર્થ વૃત્ત્યાનુસાર કહીએ છીએ.)
(૧) પ્રજ્ઞાપના – સ્વરૂપ નિરૂપણ, તે ક્ષુલ્લક નિર્ગ્રન્થીયથી જાણવું.
(૨) વેદ – સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં પુલાક પુરુષ તે નપુંસક વેદે હોય, સ્ત્રી વેદે નહીં. બકુશ, ત્રણ વેદે હોય. પ્રતિસેવના કુશીલ પણ ત્રણે વેદે હોય, કષાય કુશીલ - સવેદી કે અવેદી હોય, અવેદમાં ઉપશાંત કે ક્ષીણ બંને વેદે હોય. નિર્ગ્રન્થ અવેદે જ હોય. એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. પણ તે ઉપશાંત વેદે ન હોય.
(૩) રાગ – પુલાક બકુશ, કુશીલ સરાગી જ હોય. નિર્ગ્રન્થ વીતરાગ હોય, તે ઉપશાંત કે ક્ષીણ કષાય વીતરાગ હોય. સ્નાતક ક્ષીણ કષાય વીતરાગ જ હોય.
(૪) કલ્પ – સ્થિતાસ્થિતકલ્પ કે જિનકલ્પાદિ, પુલાકાદિ બંને કલ્પમાં હોય, પુલાક સ્થવિર કે જિનકલ્પમાં હોય, પણ કલ્પાતીતી ન હોય. - X - બીજા કહે છે, તે સ્થવિરકલ્પે જ હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલ બંને કલ્પમાં હોય પણ કલ્પાતીત ન હોય. કષાય કુશીલ ત્રણેમાં હોય, બાકીના બે કલ્પાતીત જ હોય.
(૫) ચારિત્ર – પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ એ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીયમાં હોય. કષાય કુશીલ આ બંને સાથે પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં હોય. નિર્ગ્રન્થ અને સ્નાતક યથાખ્યાતમાં જ હોય.
(૬) પ્રતિસેવના – પુલાક પ્રતિસેવક હોય, બકુશ તેમજ હોય. પ્રતિસેવના કુશીલ પુલાકવત્‌ મૂળગુણ - ઉત્તરગુણ વિરાધનાથી પ્રતિસેવક જ હોય. કષાય કુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતક અપ્રતિસેવક જ હોય.
(૭) જ્ઞાન – પુલાક, બકુશ, પ્રતિસેવક બે કે ત્રણ જ્ઞાનવાળા હોય, પુલાકને નવમાં પૂર્વની ત્રીજી આચારવસ્તુથી આરંભીને નવ પૂર્વો સુધી હોય. કષાય કુશીલને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. નિર્ગ્રન્થને તેમજ હોય. સ્નાતકને માત્ર કેવળજ્ઞાન જ હોય. શ્રુતજ્ઞાન વિશે ક્ષુલ્લક નિર્ગ્રન્થીયમાં કહેલું છે.
(૮) તીર્થ – જે તીર્થકર કરે છે. પુલાક, બકુશ, પ્રતિસેવક તીર્થમાં હોય, કષાયકુશીલ તીર્થ કે અતીર્થમાં હોય. એ પ્રમાણે નિર્ગ્રન્થ અને સ્નાતક પણ જાણવા.
(૯) લિંગી – લિંગ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. દ્રવ્યથી સ્વલિંગમાં, અન્ય લિંગમાં કે ગૃહી લિંગમાં હોય. ભાવથી સ્વલિંગે જ હોય.
(૧૦) શરીર – પુલાક ઔદારિક, તૈજસ, કાર્મણમાં હોય, બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ કે ચાર શરીરમાં હોય, તેમને વૈક્રિયનો પણ સંભવ છે. કષાય કુશીલને પાંચે શરીરો હોય, તેમને આહારક પણ સંભવે. નિર્ગ્રન્થ અને સ્નાતકને પુલાકવત્‌ જાણવા.
(૧૧) ક્ષેત્ર – કર્મભૂમિ આદિ. તેમાં જન્મ અને સદ્ભાવને આશ્રી પાંચે કર્મભૂમિમાં હોય. સંહરણ બધે થાય
(૧૨) કાળ – પાંચ પુલાકાદિ જન્મથી અને સદ્ભાવથી ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય. ભરત, ઐરવત અને વિદેહમાં હોય. સંહરણને આશ્રીને યથોક્તથી અન્યત્ર કાળમાં પણ હોય. જો કે પ્રજ્ઞપ્તિના અભિપ્રાયમાં કિંચિત્‌ ભેદ છે, પણ અમે અત્રે નોંધતા નથી. - X - X - (જિજ્ઞાસુએ મૂળ સાક્ષીપાઠ જોવો.)
(૧૩) ગતિ – અહીં તે આરાધના અને વિરાધનાના ભેદથી કહે છે - તેમાં પુલાક અવિરાધનાથી ઈન્દ્રમાં ઉત્પન્ન થાય અને વિરાધનાથી ઈન્દ્ર, સામાનિક, ત્રયસ્ત્રિંશત્‌ લોકપાલમાંથી કોઈમાં પણ ઉપજે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલ અવિરાધનાથી ઈન્દ્ર કે અહમિન્દ્રોમાં જન્મે, વિરાધનાથી કોઈપણ ઈન્દ્રાદિમાં ઉપજે. નિર્ગ્રન્થ તો અહમિન્દ્રોમાં જ ઉપજે.
(૧૪) સ્થિતિ – પુલાકની જઘન્ય સ્થિતિ પલ્યોપમ પૃથક્‌ત્વ અને ઉત્કૃષ્ટથી અઢાર સાગરોપમ, બકુશ અને પ્રતિસેવના કુશીલની જઘન્ય પલ્યોપમ પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટથી બકુશ અને પ્રતિસેવકોની બાવીશ સાગરોપમ, કષાય કુશીલની ૩૩-સાગરોપમ છે. નિર્ગ્રન્થની અજઘન્યો-ત્કૃષ્ટની ૩૩-સાગરોપમ.
(૧૫) સંયમ – પુલાકાદિ ચારના અસંખ્યાત સંયમ સ્થાનો છે, નિર્ગ્રન્થ અને સ્નાતકોને અજઘન્યોત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન છે.
(૧૬) સંનિકર્ષ – સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી તુલ્ય, અધિક, હીનત્વને વિચારવું. તેમાં સંયમ સ્થાનની અપેક્ષાથી સૌથી થોડાં નિર્ગ્રન્થ, સ્નાતકને એક સંયમ સ્થાન છે, તેનાથી પુલાકને અસંખ્યાતગુણ, એ પ્રમાણે બકુશ, પ્રતિસેવક, કષાય કુશીલોને પૂર્વાપૂર્વની અપેક્ષાથી અસંખ્યેય ગુણત્વ જાણવું. આ પાંચેને પ્રત્યેકને અનંતાનંત ચારિત્ર પર્યાયો છે. ચારિત્ર પર્યાયની અપેક્ષાથી સ્વસ્થાન સંનિકર્ષ ચિંતામાં પુલાકાદિના ચારિત્ર પર્યાયોનું વર્ણન વૃત્તિકારે કરેલ છે. (અમે આ આખું વર્ણન છોડી દીધેલ છે.)
(૧૭) યોગ – પુલાકાદિ બધાંને ત્રણે યોગો હોય છે, સ્નાતક સયોગી કે અયોગી હોય.
(૧૮) ઉપયોગ – પુલાકાદિને મત્યાદિ ચારે ભેદથી સાકાર ઉપયોગ અને ચક્ષુ આદિ ત્રણ ભેદે અનાકાર ઉપયોગ હોય છે. સ્નાતકને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપયોગ હોય છે.
(૧૯) કષાય – પુલાક, બકુશ અને પ્રતિસેવકોને સંજ્વલ કષાયો વડે ચાર કષાયો, કષાય કુશીલને ચાર સંજ્વલન ક્રોધાદિમાં ત્રણ, બે કે એક હોય, નિર્ગ્રન્થો અકષાયી હોય પણ તે ઉપશમથી કે ક્ષયથી હોય. સ્નાતકો ક્ષીણકષાયી જ હોય.
(૨૦) લેશ્યા – પુલાક, બકુશ, પ્રતિસેવકને પીત્‌, પદ્મ, શુક્લ નામક ત્રણ લેશ્યા હોય. કષાય કુશીલને છ એ લેશ્યામાં હોય, નિર્ગ્રન્થને શુક્લ લેશ્યા હોય. સ્નાતકને તે જ લેશ્યા અતિશુદ્ધ હોય છે.
(૨૧) પરિણામ – પુલાકાદિ ચારેને વર્દ્ધમાન, હીયમાન કે અવસ્થિત પરિણામ હોય છે, નિર્ગ્રન્થ અને સ્નાતકોને વર્દ્ધમાન અને અવસ્થિત પરિણામો હોય. ઈત્યાદિ૦ - X - X -
(૨૨) બંધન – કર્મ બંધન, તેમાં આયુને વર્જીને સાત કર્મ પ્રકૃતિને પુલાક બાંધે છે. બકુશ અને પ્રતિસેવક. સાત કે આઠ કર્મો બાંધે. કષાય કુશીલ આઠ, સાત, છ બાંધે. નિર્ગ્રન્થ એક જ સાતા વેદનીય બાંધે. સ્નાતક એ પ્રમાણે એક જ બાંધે અથવા કર્મના અબંધક હોય.
(૨૩) ઉદય – કર્મોદય, પુલાકાદિ ચાર આઠે કર્મ વેદે છે. નિર્ગ્રન્થ મોહને વર્જીને સાત કર્મો વેદે છે. સ્નાતક વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો વેદે છે.
(૨૪) કર્મ ઉદીરણા – પુલાક આયુ અને વેદનીય વર્જીને છ કર્મ - પ્રકૃતિ ઉદીરે છે, બકુશ પ્રતિસેવકો આઠ, સાત કે છ વેદે. કષાય કુશીલ એ પ્રમાણે આઠ, સાત, છ કે પાંચને ઉદીરે. નિર્ગ્રન્થો પણ આ જ પાંચ કે બે ને ઉદીરે. સ્નાતકો આ બે જ ઉદીરે અથવા અનુદીરક હોય.
(૨૫) ઉપસંપદા – અન્યરૂપ પ્રતિપત્તિ, તે સ્વરૂપ પરિત્યાગથી ઉપસંહત્‌હાનં છે. તેમાં પુલાક પુલાકતાને ત્યજીને તેનો પરિત્યાગ કરતાં કષાય કુશીલત્વ કે અસંયમની ઉપસંપદા પામે છે. - X - બકુશ પણ બકુશતાને ત્યજીને પ્રતિસેવકત્વ, કષાય કુશીલત્વ, અસંયમ કે સંયમાસંયમને પામે છે. પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના કુશીલત્વને ત્યજીને બકુશત્વ, કષાયકુશીલત્વ, અસંયમ, સંયમાસંયમને પામે છે. કષાયકુશીલ કષાય-કુશીલત્વને ત્યજીને પુલાકાદિ ત્રણ, નિર્ગ્રન્થત્વ, અસંયમ, સંયમાસંયમને પામે છે. યાવત્‌ સ્નાતક સ્નાતકત્વને ત્યજીને સિદ્ધિગતિને પામે છે.
(૨૬) સંજ્ઞા – પુલાક, નિર્ગ્રન્થ, સ્નાતકોનો સંજ્ઞોપયુક્ત છે. બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ, સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત છે.
(૨૭) આહાર – પુલાકાદિ નિર્ગ્રન્થ પર્યન્ત આહારકો છે. સ્નાતકો આહારક કે અનાહારક હોય.
(૨૮) ભવગ્રહણ – પુલાકાદિ ચારે જઘન્યથી એક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પુલાક એ નિર્ગ્રન્થને ત્રણ, બકુશ અને બંને કુશીલને આઠ. સ્નાતકને એક જ હોય.
(૨૯) આકર્ષ – આકર્ષવું તે આકર્ષ તે અહીં સર્વવિરતિનું ગ્રહણ અને મોક્ષ છે. પુલાકાદિ ચારેને જઘન્ય એકભવિક જ આકર્ષ હોય. ઉત્કૃષ્ટથી પુલાકને ત્રણ. બકુશ અને બંને કુશીલોને સેંકડો, નિર્ગ્રન્થને બે, સ્નાતકને અજઘન્યોત્કૃષ્ટ એક જ આકર્ષ હોય. વિવિધ ભવિક આકર્ષની અપેક્ષાથી પુલાકાદિ ચારેને જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પુલાકને સાત, બકુશ અને બંને કુશીલને હજારો, નિર્ગ્રન્થને પાંચ, સ્નાતકને નથી હોતા.
(૩૦) કાળ – પુલાક જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત સુધી. બકુશ અને બંને કુશીલને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, નિર્ગ્રન્થને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. - X - X - X -.
(૩૧) અંતર – પુલાકાદિ ચારેનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત્ત. સ્નાતકને અંતર હોતું નથી. આ એકને આશ્રીને કહ્યું, ઘણાં પુલાક નિર્ગ્રન્થોને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પુલાકને સંખ્યાત વર્ષો, નિર્ગ્રન્થને છ માસ.
(૩૨) સમુદ્ઘાત – પુલાકને વેદના, કષાય, મારણાંતિક ત્રણ સમુદ્ઘાત છે. બકુશ અને કુશીલને એ ત્રણ તથા વૈક્રિય અને તેજસ સહિત પાંચ. કષાયકુશીલને તે જ આહારક આદિ સહિત છ, નિર્ગ્રન્થને એકે નહીં. સ્નાતકને એક કેવલી સમુદ્ઘાત છે.
(૩૩) ક્ષેત્ર – પુલાકાદિ ૪ લોકના અસંખ્યેય ભાગમાં હોય. સ્નાતક અસંખ્યેય ભાગમાં કે સર્વલોકમાં હોય
(૩૪) સ્પર્શના – ક્ષેત્રવત્‌ જાણવી.
(૩૫) ભાવ – પુલાકાદિ ત્રણે ક્ષાયોપશમિક ભાવમાં, નિર્ગ્રન્થ ઔપશમિક કે ક્ષાયિકમાં, સ્નાતક - ક્ષાયિક ભાવમાં હોય.
(૩૬) પરિમાણ – પુલાકો પ્રતિપદ્યમાનક ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શત પૃથક્‌ત્વ. પૂર્વ પ્રતિપન્ન પણ જો હોય ત્યારે જઘન્યથી તેમજ, ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્‌ત્વ, બકુશ પણ પ્રતિપદ્યમાનક જો હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી પુલાકવત્‌ કહેવા. પૂર્વપ્રતિપન્નકો જઘન્યથી કોટિશત પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ પ્રમાણે પ્રતિસેવકને પણ જાણવા. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્‌ત્વ અને પૂર્વ પ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોટિ સહસ્ર પૃથક્‌ત્વ છે. નિર્ગ્રન્થો ઉત્કૃષ્ટથી ૧૬૨, પૂર્વ પ્રતિપન્ન હોય તો ઉત્કૃષ્ટથી શત પૃથક્‌ત્વ. સ્નાતકો ઉત્કૃષ્ટથી ૧૦૮, પૂર્વ પ્રતિપન્નકો કોટિ પૃથક્‌ત્વ.
(૩૭) અલ્પબહુત્વ – મહાનિર્ગ્રન્થોનું દ્રવ્ય નિર્ગ્રન્થની અપેક્ષાથી આ જ પ્રશસ્ય મુનિનું અલ્પબહુત્વ કહેવું. તેમાં સૌથી થોડાં નિર્ગ્રન્થો છે. તેથી પુલાક સંખ્યાતગણા, સ્નાતક, બહુશ, પ્રતિસેવક, કષાયકુશીલ અનુક્રમે સંખ્યાત-સંખ્યાત ગણો જાણવા. ૦ હવે નિર્ગ્રન્થ નિરુક્તિ દ્વારથી ઉપસંહાર –

Linked texts (1)