Uttarajjhayana 1151
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1151
- Language
- Gujarati
1151
વિવેચન–૭૧૪ થી ૭૨૦
સાતે સૂત્રો પાઠસિદ્ધ છે. રત્ન - મરકતાદિ કે પ્રવર હાથી ઘોડાદિ રૂપ. વિહાર યાત્રા - ક્રીડાર્થે અશ્વ વાહનિકાદિ રૂપ, નિર્યાત - નગરાદિથી નીકળ્યો. મંડિકુક્ષિ નામક ચૈત્ય - ઉદ્યાનમાં, સાધુ બધાં જ શિષ્ટ કહેવાય છે, તેનો વ્યવચ્છેદ કરીને ‘સંયત’ એમ કહ્યું. તે પણ બાહ્ય સંયમવાન્ કે નિહ્નવાદિ પણ હોય. સુસમાહિતતાથી મનના સમાધાનવાળા સુખોચિત કે શુભોચિત છો.
અતિશય પ્રધાન અનન્ય સદૃશ રૂપ વિષય વિસ્મય. અહો! ઈત્યાદિ વડે વિસ્મય સ્વરૂપ કહ્યું. અહીં અહો! આશ્ચર્યમાં છે. વર્ણ - સુસ્નિગ્ધ ગૌરતા આદિ. રૂપ - આકાર, સૌમ્યતા - ચંદ્રની જેમ જોનારને આનંદદાયી. અસંગતતા - નિસ્પૃહતા. પાદવંદના પછી પ્રદક્ષિણા નામક પૂજ્યોને જોતાં જ પ્રણામ કરે છે.
પછી પ્રશ્ન કરે છે - તરુણ ઈત્યાદિથી પ્રશ્ન સ્વરૂપ કહેલ છે. અહીં જે કારણે તરુણ છે, તેથી જ પ્રવ્રજિતને ભોગકાળ કહે છે. અથવા તારુણ્યમાં પણ રોગાદિ પીડામાં ભોગકાળ ન થાય, તેથી આ પ્રમાણે કહ્યું તે પણ કદાચિત્ સંયમમાં અનુદ્યત જ હોય. તેથી કહ્યું-શ્રામણ્યમાં કૃત ઉદ્યમ છો. જે નિમિત્તે આપ આવી અવસ્થામાં પણ પ્રવ્રજિત થયા છો. તે હું સાંભળવા ઈચ્છું છું. પછી પણ તમે જે કહેશો, તે પણ હું સાંભળીશ. ત્યારે મુનિ બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati