Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1150

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1150

Language
Gujarati

1150

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૧૪ થી ૭૨૦ [૨૦/૭૧૪ થી ૭૨૦]
[૭૧૪] પ્રચૂર રત્નોથી સમૃદ્ધ મગધાધિપતિ રાજા શ્રેણિક મંડિકુક્ષિ ચૈત્યમાં વિહાર યાત્રાને માટે નગરથી નીકળ્યો.
[૭૧૫] તે ઉદ્યાન વિવિધ વૃક્ષ અને લતાથી આકીર્ણ હતું. વિવિધ પક્ષથી પરિસેવિત હતું. વિવિધ પુષ્પોથી આચ્છાદિત અને નંદનવનની સમાન હતું.
[૭૧૬] રાજાએ ઉદ્યાનમાં વૃક્ષ નીચે બેઠેલા એક સંયત, સુસમાહિત, સુકુમાર, સુખોચિત સાધુને જોયા.
[૭૧૭] સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તેમના પ્રતિ ઘણું જ અધિક અને અતુલનીય વિસ્મય થયું.
[૭૧૮] અહો! શું વર્ણ છે? શું રૂપ છે? અહો! આર્યની કેવી સૌમ્યતા છે? કેવી ક્ષાંતિ છે? કેવી મુક્તિ - નિર્લોભતા છે? અહો! ભોગો પ્રતિ કેવી અસંગતા છે?
[૭૧૯] મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી, પછી યોગ્ય સ્થાને ઉભો રહી અને હાથ જોડીને મુનિને પૂછ્યું.
[૭૨૦] હે આર્ય! તમે હજી યુવાન છો, તો પણ ભોગકાળમાં દીક્ષિત થયા, શ્રામણ્યમાં ઉપસ્થિત થયા તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઈચ્છું છું.

Linked texts (1)