Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1187

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1187

Language
Gujarati

1187

વિવેચન–૭૯૭ થી ૮૧૨
સોળે સૂત્રો પ્રાયઃ પ્રગટાર્થ જ છે. કંઈક વિશેષ આ પ્રમાણે છે – લક્ષણ - ચક્ર, સ્વસ્તિક, અંકુશાદિ અથવા ત્યાગ, સત્ય, શૌર્ય આદિ. તેના વડે યુક્ત હોવાથી રાજા કહેવાય. તેને બે પત્નીઓ હતી - રોહિણી અને દેવકી. તેમાં રોહિણીનો પુત્ર રામ - બલભદ્ર અને દેવકીનો પુત્ર કેશવ - વાસુદેવ હતો. અહીં રથનેમિની વક્તવ્યતામાં આ તીર્થ કોનું છે? તે જણાવવા પ્રસંગથી ભગવન્‌ અરિષ્ઠનેમિનું ચરિત્ર જણાવવાનું છે. છતાં તેના વિવાહાદિમાં ઉપયોગી હોવાથી પૂર્વોત્પન્નત્વથી કેશવનું નામ કહ્યું. તેના સહચારીપણાથી રામ-બલભદ્રને પણ કહ્યા. વળી, સોરિયપુરનું નામ સમુદ્રવિજય અને વસુદેવની એકત્ર અવસ્થિતિ દર્શાવવા માટે છે.
દમિન - ઉપશમિત, તેના ઈશ્વર - અત્યંત ઉપશમપણાથી નાયક, તે દમીશ્વર. સ્વર અને સૌંદર્ય, ગાંભીર્ય આદિ લક્ષણથી યુક્ત. અથવા લક્ષણ ઉપલક્ષિત સ્વર તે લક્ષણ સ્વર. ૧૦૦૮ સંખ્યક શુભ સૂચક હાથ આદિના રેખા આદિ-રૂપ ચક્રાદિ લક્ષણ ધારક. કાલકચ્છવિ - શ્યામ ત્વચાવાળા ઝસોદર - મત્સ્યના ઉદર જેવા આકારના ઉદરવાળા યદુના હણાયા પછી અહીંથી દ્વારકાપુરી ગયા.
અર્ધભરતાધિપતિ કેશવ - કૃષ્ણએ યૌવનસ્થ અરિષ્ઠનેમિ માટે સમુદ્રવિજયના આદેશથી જે કર્યું, તે કહે છે - કેશવે રાજીમતિના પિતા પાસે રાજીમતિની અરિષ્ઠનેમિની પત્ની રૂપે યાચના કરી. તે કન્યા કેવી હતી? શ્રેષ્ઠ રાજા ઉગ્રસેનની કન્યા અથવા શ્રેષ્ઠ રાજકન્યા. જેનો સ્વભાવ સુષ્ઠુ છે તેવી સુશીલા, દેખાવમાં સુંદર, વિશેષથી જે દીપે છે તે વિદ્યુત તેવી તે સૌદામિની, વિદ્યુત્સૌદામિની અથવા વિદ્યુત-અગ્નિ, સૌદામિની - વિજળી. બીજા વળી સૌદામિની એટલે ‘પ્રધાનમણિ’ કહે છે.
યાચના પછી શું થયું? રાજીમતિના પિતા ઉગ્રસેને કહ્યું કે વિવાહ વિધિથી હું આપીશ. એમ ઉગ્રસેને તે વાત સ્વીકારી, પછી વિવાહના સમયે જે થયું તે કહે છે –
જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ બધી ઔષધિ વડે અભિષેક કર્યો. કૌતુક-કપાળને મુશલ સ્પર્શનાદિ અને મંગલ-દહીં, અક્ષત, દૂર્વા, ચંદન આદિ, તે કૌતુકમંગલ કર્યા. દિવ્ય યુગલ ધારણ કર્યા. અતિશય પ્રશસ્ત અથવા અતિ વૃદ્ધ ગુણો વડે પટ્ટહસ્તિ ઉપર બેઠા. ત્યારે મસ્તક ઉપર મુગટની જેમ શોભતા હતા. ચામરો વડે વીંઝાતા હતા. યાદવસમૂહથી પરિવૃત્ત હતા.
ચતુરંગિણી - હાથી, ઘોડા, રથ, પદાતિ રૂપ ચાર પ્રકારે અનુક્રમે ચાલી. મૃદંગ પટહ આદિ વાજિંત્રોનો નાદ થતો હતો. તે અતિ પ્રબળતાથી ગગન-વ્યાપી હતો. અનંતર અભિહિત રૂપ વિભૂતિથી, દ્યુતિથી અરિષ્ઠનેમિ ચાલ્યા. એ રીતે ચાલતા વિવાહ મંડપના નિકટના પ્રદેશે પહોંચ્યા. તેની વધુ નિકટ પહોંચતા, મૃગ લાવક આદિ પ્રાણીઓને જોયા. તે પ્રાણીઓ ભયત્રસ્ત હતા. તે વાડા અને પીંજરામાં ગાઢપણે નિયંત્રિત હતા. તેથી ઘણા દુઃખી હતા. તેઓ જીવિતાંત અર્થાત્‌ મરણની ઘણાં નિકટ હતા. અથવા જીવનના પર્યન્તવર્તી ભાગે હતા. કેમકે માંસ નિમિત્તે તેઓનું ભક્ષણ થનાર હતું અથવા માંસના નિમિત્તે તેમનું પોષણ થતું હતું.
તે જોઈને શું થયું? તે ભગવંત અરિષ્ટનેમિની મહતી પ્રજ્ઞા-મતિ, શ્રુત, અવધિ જ્ઞાનરૂપ, તે મહાપ્રજ્ઞએ સારથીને- ગંધહસ્તિને પ્રવર્તાવનાર મહાવતને અથવા ત્યારે રથમાં બેઠેલા હોય તો તે રથ ચલાવનાર સારથીને પૂછ્યું – કયા નિમિત્તે આ પ્રાણીઓ રુંધેલા છે, સાર્દ્ર હૃદયતાથી ફરી ફરી તે જ ભગવંતના હૃદયમાં થતાં વિપરિવર્તનને જણાવે છે.
આ પ્રમાણે ભગવંતે કહેતા –

Linked texts (2)