Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1186

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1186

Language
Gujarati

1186

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૯૭ થી ૮૧૨ [૨૨/૭૯૭ થી ૮૧૨]
[૭૯૭] સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન ઋદ્ધિ સંપન્ન વસુદેવ નામે રાજા હતો.
[૭૯૮] તેને રોહિણી અને દેવકી નામે બે પત્નીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા.
[૭૯૯] સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાઋદ્ધિ સંપન્ન સમુદ્ર વિજય નામે રાજા હતો.
[૮૦૦] તેને શિવા નામે પત્ની હતી. જેના પુત્ર મહાયશસ્વી, દમીશ્વર, લોકનાથ, ભગવન્‌ અરિષ્ટનેમિ હતા.
[૮૦૧] તે અરિષ્ટનેમિ સુસ્વરત્વ અને લક્ષણ સંયુક્ત હતા. તેઓ ૧૦૦૮ શુભ લક્ષણના ધારક હતા, ગૌતમ ગોત્રીય અને શ્યામ વર્ણના હતા.
[૮૦૨] તેઓ વજ્રઋષભનારાચ સંહનન અને સમચતુરસ્ર સંસ્થાન વાળા હતા. મત્સ્યોદરા હતા. કેશવે રાજીમતિને તેની પત્ની રૂપે યાચી.
[૮૦૩] તે શ્રેષ્ઠ રાજકન્યા સુશીલ, સુંદર, સર્વલક્ષણ સંપન્ન હતી. તેણીના શરીરની કાંતિ વિદ્યુતની પ્રભા સમાન હતી.
[૮૦૪] તેના પિતાએ મહર્દ્ધિક વાસુદેવને કહ્યું - કુમાર અહીં આવે. હું મારી કન્યા, તેને માટે આપી શકું છું.
[૮૦૫] અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવ્યું, કૌતુક-મંગલ કર્યા, દિવ્ય વસ્ત્ર યુગલ પહેરાવ્યું, આભરણથી વિભૂષિત કર્યા.
[૮૦૬] વાસુદેવના સૌથી મોટા મત્ત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયા. મસ્તક ઉપર ચૂડામણિની માફક અધિક સુશોભિત થયા.
[૮૦૭] અરિષ્ટનેમિ ઉંચા છત્ર તથા ચામરોથી સુશોભિત હતા. દશાર્હ ચક્રથી તે સર્વતઃ પરિવૃત્ત હતા.
[૮૦૮] ચતુરંગિણી સેના યથાક્રમે સજાવી હતી. વાદ્યોનો ગગન-સ્પર્શી દિવ્ય નાદ થઈ રહ્યો હતો.
[૮૦૯] આવા પ્રકારની ઉત્તમ ઋદ્ધિ અને દ્યુતિ સહિત તે વૃષ્ણિ-પુંગવ પોતાના ભવનથી નીકળ્યો.
[૮૧૦] ત્યારપછી તેણે વાડો અને પીંજરામાં બંધ કરાયેલ ભયત્રસ્ત તથા અતિ દુઃખી પ્રાણીઓને જોયા.
[૮૧૧] તે પ્રાણીઓ જીવનના અંતના સન્મુખ હતા. માંસને માટે ખવાનાર હતા. તેને જોઈને મહાપ્રજ્ઞ અરિષ્ઠનેમિએ સારથીને આ પ્રમાણે કહ્યું.
[૮૧૨] આ બધાં સુખના અર્થી પ્રાણી શા માટે આ વાડો અને પીંજરામાં સંનિરુદ્ધ કરાયેલા છે - રોકેલા છે?

Linked texts (1)