Uttarajjhayana 1195
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1195
- Language
- Gujarati
1195
વિવેચન–૮૨૪ થી ૮૨૬
નિર્હાસ્ય - હાસ્ય ચાલી ગયેલ છે તેવી. નિરાનંદા - આનંદ રહિતા થઈ વિચારે છે - ‘મારા જીવિતને ધિક્કાર થાઓ.’ સ્વજીવિતની નિંદાના ઉદ્ભાવક ખેદવચનો બોલી કે હું તેના વડે ત્યજાયેલ છું, એ ખેદનો હેતુ દર્શાવ્યો. તેથી અતિશય પ્રશસ્ય એ છે કે હું પ્રવ્રજ્યા સ્વીકારું. જેથી હું અન્ય જન્મોમાં દુઃખભાગિની ન થાઉં. ભગવંત ત્યાં પધાર્યા. પછી ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા ભગવંતે દેશના આપી. તેણી વિશેષથી વૈરાગ્યવાન્ થઈ. પછી તેણીએ શું કર્યું? પછી રાજીમતિએ તેણીના ભ્રમર જેવા કાળા અને સંસ્કારેલા વાળને તેણીએ સ્વયં જ દૂર કર્યા. ભગવંતની અનુજ્ઞાથી તે ધૃતિમતીએ ધર્મને ધારણ કર્યો. તેણીએ પ્રવ્રજ્યા સ્વીકાર કરતાં –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati