Uttarajjhayana 1198
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1198
- Language
- Gujarati
1198
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૨૮ થી ૮૩૧ [૨૨/૮૨૮ થી ૮૩૧]
[૮૨૮] શીલવતી અને બહુશ્રુતા રાજીમતિએ પ્રવ્રજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનો તથા પરિજનોને પણ પ્રવ્રજિત કરાવ્યા.
[૮૨૯] તેણી રૈવતક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદથી ભીંજાઈ ગયા. વર્ષા ચાલુ હતી, અંધકાર છવાયેલો હતો. તે સ્થિતિમાં તેણી ગુફામાં ગયા.
[૮૩૦] સૂકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા રાજીમતિને યથાજાત રૂપમાં રથનેમિએ જોયા. તે ભગ્નચિત્ત થયા. પછી રાજીમતિએ પણ તેમને જોયા.
[૮૩૧] ત્યાં એકાંતમાં તે સંયતને જોઈને ડરી ગયા. ભયથી કંપતા પોતાની બંને ભ્રમથી શરીર આવૃત્ત કરીને બેસી ગયા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit