Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1199

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1199

Language
Gujarati

1199

વિવેચન–૮૨૮ થી ૮૩૧
રાજીમતિ પ્રવ્રજિત થયા પછી ત્યાં દ્વારકાપુરીથી ઉજ્જયંત પર્વતે જતા હતા. શા માટે? ભગવંતના વંદનાર્થે. વૃષ્ટિ વડે તેણીના વસ્ત્રો અને પોતે પણ આખા ભીના થઈ ગયા. ક્યાં? માર્ગમાં વરસાદ ચાલુ જ હતો, પ્રકાશ ચાલ્યો ગયો હતો. મધ્યમાં કોઈ ગુફા આવી. ત્યાં રાજીમતિ અસંયમથી બચવા રહ્યા. તેના કપડાં આદિ વસ્ત્રો વિસ્તારે છે. તેનાથી વસ્ત્ર વિહિન દશામાં થઈ ગયા. એવા સ્વરૂપે તેણીને જોઈને રથનેમિ નામે મુનિ સંયમથી ભગ્ન પરિણામી થઈને તેણીના ઉદાર રૂપને જોઈને તેણીની અતિ અભિલાષા જન્મતા પરવશ મનવાળા થયા.
પછી રાજીમતિએ પણ તેમને જોયા. અંધકાર પ્રદેશને કારણે તેઓ પ્રથમ પ્રવેશેલા છતાં દેખાયા ન હતા. અન્યથા એકાકી સાધુ-સાધ્વીએ વર્ષા હોય તો પણ તે રીતે પ્રવેશવું ન કલ્પે તેમ જણાવે છે. તેણી ડર્યા કે ક્યાંક આ મારો શીલભંગ કરશે. કેમકે ગુફામાં તેણીએ પણ રથનેમિને જોયા. તુરંત જ બંને હાથ પોતાના સ્તનો ઉપર મર્કટબંધની માફક વીંટી દીધા. શીલભંગના ભયથી કંપતી એવી તેણી આશ્લેષાદિ પરિહારાર્થે બેસી ગયા.

Linked texts (2)