Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1205

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1205

Language
Gujarati

1205

વિવેચન–૮૪૩, ૮૪૪
તે રાજીમતિના અનંતરોક્ત શીખામણ રૂપ વચનો સાંભળીને કે જે તે પ્રવ્રજિતાએ સારી રીતે કહેલા તેવા સુભાષિત, અંકુશ વડે જેમ હાથી સ્થિર થાય તેમ તે રથનેમિ તેણીના વચનથી ચારિત્ર ધર્મમાં સ્થિર થયો.
અહીં વૃદ્ધ સંપ્રદાય કહે છે – નૂપુર પંડિતાની કથામાં છેલ્લે રોષાયમાન થયેલા રાજાએ રાણી, મહાવત અને હાથી ત્રણેને પર્વતના શીખરે ચડાવ્યા. મહાવતને કહ્યું કે હાથીને પાડી દે. બંને પડખે વંશગ્રાહ્ય રાખ્યા. હાથીએ આકાશમાં એક પગ ઊંચો કર્યો. લોકો બોલ્યા, અહો! આ તિર્યંચ પણ જાણે છે કે તેને મારી નાંખવાના છે. તો પણ રાજાનો રોષ ન ઘટતાં હાથીએ ત્રણ પગો ઊંચા કર્યા, એક પગે ઊભો રહ્યો. લોકો આક્રંદ કરવા લાગ્યા કે આવા હસ્તિ-રત્નનો કેમ વિનાશ કરો છો? ત્યારે રાજાના કહેવાથી અંકુશ વડે હાથીને સ્થિર કરી નીચે ઊતાર્યો.
જો આવો હાથી પણ અંકુશથી આવી અવસ્થામાં સ્થિર થઈ જાય, તેમ રથનેમિ પણ રાજીમતિના અહિતથી નિવર્તવા રૂપ અંકુશ પ્રાયઃ વચનોથી ધર્મમાં સ્થિર થયો.
૦ હવે બંનેની ઉત્તર વક્તવ્યતા કહે છે –

Linked texts (2)