Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1215

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1215

Language
Gujarati

1215

વિવેચન–૮૪૭
જિન - પરીષહ ઉપસર્ગના વિજેતા, પાર્શ્વ નામના, તે પણ દેવેન્દ્ર આદિ વિહિત વંદન-નમસ્કરણાદિને યોગ્ય અર્થાત્‌ તીર્થંકર, તેથી જ લોકપૂજિત, સંબુદ્ધ - તત્ત્વને જાણનાર આત્મા જેનો છે તે. સર્વજ્ઞ - સર્વ દ્રવ્ય - પર્યાયવિદ્‌, ધર્મ વડે જ ભવસમુદ્ર તરાય છે, માટે તીર્થ તે ધર્મતીર્થ, તેને કરનાર તે ધર્મતીર્થંકર, જિન - સર્વે કર્મો જિતેલ, ભવોપગ્રાહી કર્મોને પણ બળેલ દોરડાના સંસ્થાનપણાથી સ્થાપેલ. પછી શું?

Linked texts (2)