Uttarajjhayana 123
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 123
- Language
- Gujarati
123
વિવેચન–૩૬
સુકૃત - સારી રીતે બનાવેલ અન્ન આદિ, સુપક્વ - ઘી આદિ પકાવેલ, સુચ્છિન્ન - શાક આદિ સારી રીતે છેદેલ, સુહૃત - કડવાપણું આદિ દૂર થયેલ, મડ - સૂપ આદિમાં ઘી વગેરે સારી રીતે ભરેલ છે. સુનિષ્ઠિત - અતિશય રસના પ્રકર્ષથી યુક્ત, સુલષ્ટ - બધાં જ રસાદિ પ્રકારોથી શોભન. આવા પ્રકારના બીજા સાવદ્ય વચનોને પણ મુનિ વર્જે. - અથવા -
સુકૃત - સુષ્ઠુ કરાયેલ, સુષ્ઠુપક્વ - માંસ અશનાદિ, સુચ્છિન્ન - ન્યગ્રોધ વૃક્ષાદિ, સુહૃત - કદરીથી અર્થજાત અથવા ચૌરાદિથી સુહત. સુમૃત - પ્રત્યનીક બ્રાહ્મણ આદિ, સુનિષ્ઠિત - પ્રાસાદ, કૂવા આદિ. ઈત્યાદિ. - X - X -
નિરવદ્ય - તેમાં સુકૃત એટલે ધર્મધ્યાનાદિ, સુપક્વ - વચન વિજ્ઞાન આદિ, સુચ્છિન્ન - સ્નેહની બેડી આદિ, સુહૃત - અશિવની ઉપશાંતિ માટે ઉપકરણ અથવા કર્મશત્રુને સારી રીતે હણેલ તે સુહત, સુમૃત - પંડિત મરણે મરવું. સુનિષ્ઠિત - સાધુ આચારમાં, સુલઠ્ઠિ - શોભન તપો અનુષ્ઠાન.
આ પ્રમાણે પ્રતિરૂપ યોગ યોજનાત્મક વાચિક વિનય કહ્યો. વિનય જ આદર જણાવવા માટે સુવિનિત અને અવિનિતને ઉપદેશ દેતા ગુરુ કેવા થાય?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati