Uttarajjhayana 1233
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1233
- Language
- Gujarati
1233
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૭૧ થી ૮૭૩ [૨૩/૮૭૧ થી ૮૭૩]
કેશીએ આમ કહેતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે.
પહેલા તીર્થંકરના સાધુ ઋજુ અને જડ હોય છે. અંતિમ તીર્થંકરના વક્ર અને જડ હોય છે. મધ્યમના તીર્થંકરોના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી ધર્મ બે પ્રકારે છે. પહેલા તીર્થંકરના સાધુને કલ્પને યથાવત્ ગ્રહણ કરવો કઠિન છે, અંતિમનાને પાલન કરવો કઠિન છે. મધ્યના તીર્થંકરના સાધુ દ્વારા યથાવત્ ગ્રહણ અને તેનું પાલન સરળ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit