Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1234

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1234

Language
Gujarati

1234

વિવેચન–૮૭૧ થી ૮૭૩
કેશીના બોલ્યા પછી, આના વડે ગૌતમનો અતિશય આદર આદિ બતાવ્યો. તેણે શું કહ્યું - બુદ્ધિ જ સમ્યક્‌ વિચારે છે. કોને? ધર્મતત્ત્વને તત્ત્વ એટલે જીવાદિનો વિશિષ્ટ નિર્ણય. વાક્યના શ્રવણ માત્રથી વાક્યનો નિર્ણય થતો નથી, પણ પ્રજ્ઞાના વશથી થાય છે. પહેલાં તીર્થંકરના સાધુઓ ઋજુ અને જડ હોવાથી દુષ્પ્રતિપાદ્ય છે. વક્રબોધપણાથી વક્ર અને જડ છે. તેથી આપમેળે કરેલ કુવિકલ્પથી વિવક્ષિત અર્થના સ્વીકારમાં અસમર્થ. પશ્ચિમ - છેલ્લા તીર્થંકર. મધ્યમા - મધ્યના તીર્થંકરના સાધુઓ. ઋજુ અને પ્રજ્ઞા - પ્રકર્ષથી જાણે છે તે. સુખપૂર્વક વિવક્ષિત અર્થને ગ્રહણ કરવાનું શક્ય હોવાથી ઋજુપ્રાજ્ઞ. તે કારણે ધર્મ બે ભેદે કહેલ છે.
તમે કહો છો તેમ હોય તો પણ ધર્મમાં દ્વૈવિધ્ય કેમ? પૂર્વના તીર્થંકરના સાધુ દુઃખેથી નિર્મળતા પમાડવા શક્ય છે. તેઓ અતિ ઋજુ હોવાથી, ગુરુ વડે અનુશાસિત કરાતા, તેનું અનુશાસન સ્વપ્રજ્ઞા અપરાધ આદિથી યથાવત્‌ સ્વીકારવા સમર્થ થતાં નથી. તેને દુર્વિશોધ્ય કહે છે. છેલ્લા તીર્થંકરના સાધુ દુઃખે કરીને પાળી શકે છે, તેથી દુરનુપાલ્ય છે. તેઓ વક્ર હોવાથી કુવિકલ્પ આકુલિત ચિત્તતાથી, જાણવા છતાં ક્યારેક યથાવત્‌ અનુષ્ઠાન કરતાં નથી. મધ્યમના સુવિશોધ્ય અને સુપાલિત છે. તેઓ ઋજુપ્રાજ્ઞ હોવાથી સમ્યગ્‌ માર્ગાનુસારી બોધપણાથી સુખપૂર્વક યથાવત્‌ જાણે છે અને પાલન કરે છે. તેથી તેમને ચાર યામ કહેવા છતાં પાંચમું વ્રત - સબ્રહ્મનો હેતુ જાણવા અને પાળવાને સમર્થ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ તેવા ન હોવાથી પાંચમું વ્રત અલગ કહેલ છે. - X - X - X - એ રીતે વિવિધ પ્રજ્ઞાવાળા શિષ્યોના અનુગ્રહને માટે તેમના ભેદથી ધર્મનું દ્વૈવિધ્ય કહેલ છે. વસ્તુના ભેદથી નહીં. આ પ્રમાણે ગૌતમે કહેતા, કેશીએ કહ્યું –

Linked texts (2)