Uttarajjhayana 1238
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1238
- Language
- Gujarati
1238
વિવેચન–૮૭૭ થી ૮૭૯
વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન - તે કેવળજ્ઞાન જ છે. તેના વડે જેને જે ઉચિત છે, તે તેને જાણીને ધર્મોપકરણ - વર્ષાદિ કલ્પને પાર્શ્વનાથ અને વર્દ્ધમાન સ્વામીએ અનુમત કરેલ છે. વર્દ્ધમાન સ્વામીના સાધુને લાલ વગેરે વસ્ત્રાદિની અનુજ્ઞાથી વક્ર અને જડત્વથી વસ્ત્રને રંગવા આદિ પ્રવૃત્તિ અતિ દુર્નિવાર્ય થાય છે. તેથી તેની અનુજ્ઞા આપી નથી. પાર્શ્વનાથના શિષ્યોમાં તેવું ન થાય, તેથી તેને ધર્મોપકરણમાં તેવી અનુજ્ઞા આપી છે. પણ તે લોકની પ્રતીતિ માટે છે કે આ વ્રતી છે. અન્યથા અભિરુચિ મુજબ વેશને સ્વીકારે તો પૂજાદિ નિમિત્તમાં વિડંબકાદિ થાય, લોકમાં વ્રતી રૂપે પ્રતીતિ ન થાય.
તો પછી વિવિધ ઉપકરણનો વિકલ્પ શા માટે? વર્ષાકલ્પ આદિ સંયમ યાત્રા નિર્વાહ અર્થે છે, તેના વિના વરસાદમાં સંયમમાં બાધા થાય છે. ક્યારેક ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં ગ્રહણ કરે છે - જેમકે, ‘હું વ્રતી છું’ એ હેતુથી પણ લોકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે. તે માટે પાર્શ્વ અને વર્દ્ધમાનની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું સ્વરૂપ કહે છે - મોક્ષના સદ્ભુત તે તાત્વિકપણાથી સાધનો છે. તે કયા છે? જ્ઞાન - યથાવત્ બોધ, દર્શન - તત્વરુચિ, ચારિત્ર - સર્વ સાવદ્યવિરતિ. તે લિંગ - વેશની સદ્ભૂત સાધનતાનો વિચ્છેદ કર્યો. જ્ઞાનાદિ જ મુક્તિના સાધન છે, વેશ નહીં. સંભળાય છે કે ભરતાદિને વેશ વિના પણ કેવળજ્ઞાન થયેલું. જો કે વ્યવહાર નયમાં તો લિંગને પણ કથંચિત્ મુક્તિનો હેતુ કહેલ છે. - X -.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati