Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1245

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1245

Language
Gujarati

1245

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૮૬ થી ૮૮૯ [૨૩/૮૮૬ થી ૮૮૯]
[૮૮૬] આ સંસારમાં ઘણાં જીવો પાશથી બદ્ધ છે. હે મુનિ! તમે આ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો?
[૮૮૭] હે મુનિ! તે બંધનોને બધાં પ્રકારે કાપીને, ઉપાયોને વિનષ્ટ કરીને, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરણ કરું છું.
[૮૮૮] હે ગૌતમ! તે બંધન કયા છે? કેશીએ આમ પૂછતાં, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું –
[૮૮૯] તીવ્ર રાગદ્વેષાદિ અને સ્નેહ ભયંકર બંધન છે. તેને કાપીને ધર્મનીતિ તથા આચાર અનુસાર હું વિચરણ કરું છું.

Linked texts (1)