Uttarajjhayana 1253
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1253
- Language
- Gujarati
1253
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૯૬ થી ૮૯૯ [૨૩/૮૯૬ થી ૮૯૯]
[૮૯૬] ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી?
[૮૯૭] ગૌતમે કહ્યું - મહામેઘપ્રસૂત પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સિંચું છું. તેથી સિંચિત અગ્નિ મને બાળતો નથી.
[૮૯૮] કેશીએ ગૌતમને પૂછ્યું - તે કઈ અગ્નિ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું –
[૮૯૯] કષાય અગ્નિ છે. શ્રુત, શીલ અને તપ જળ છે. તે જળ ધારાથી બુઝાયેલ અને વિનષ્ટ અગ્નિ મને બાળતો નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit