Uttarajjhayana 1254
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1254
- Language
- Gujarati
1254
વિવેચન–૮૯૬ થી ૮૯૯
પ્રજ્વલિત - ચોતરફથી પ્રકર્ષથી બળવું, તેથી જ રૌદ્ર અગ્નિ રહે છે. હે ગૌતમ! તે પરિતાપકારીપણાથી બાળે છે, ક્યાં? દેહમાં, બહાર નહીં. જો કે તે આત્મામાં બાળે છે, તો પણ શરીર અને આત્માના અન્યોન્ય અનુગમને જણાવવા આ પ્રમાણે કહેલ છે. કઈ રીતે નિર્વાપિત કરે છે? ગૌતમે કહ્યું - મહામેઘથી ગ્રહણ કરીને તૃષ્ણાદિ દોષોને નિવારે છે. બીજા જળની અપેક્ષાએ ઉત્તમ જળ વડે તે અગ્નિને શાંત કરે છે, તેનાથી હું બળતો નથી. દેહમાં રહેલો હોવાથી અગ્નિને પણ દેહ કહેલ છે. અહીં અગ્નિ તે ક્રોધાદિ છે. શ્રુત તે અહીં ઉપચારથી કષાયના ઉપશમ હેતુથી શ્રુતમાં રહેલ ઉપદેશ જાણવો. શીલ - મહાવ્રત, તપ - અનશન, પ્રાયશ્ચિત્ત આદિ. - X - X - ઉક્ત અર્થનો સવિશેષ ઉપસંહાર કરતા કહે છે – શ્રુત - આગમના ઉપલક્ષણત્વથી શીલ અને તપની ધારા જેવી ધારા - આક્રોશ, હનન, તર્જન, ધર્મભ્રંશમાં ઉત્તરોત્તર ભાવના અલાભરૂપતા આદિ સતત પરિભાવના વડે અભિહત, તે શ્રુતધારાભિહત થઈને ઉક્તરૂપ અગ્નિને વિદારિત કરે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati