Uttarajjhayana 1257
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1257
- Language
- Gujarati
1257
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૦૧ [૨૩/૯૦૪]
[૯૦૧] આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યા છે. ગૌતમ! તમે તેના ઉપર આરૂઢ થયેલા છો. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતા નથી?
[૯૦૨] ત્યારે ગૌતમે કહ્યું - દોડતા અશ્વોને મેં શ્રુતરશ્મિથી વશમાં કરેલ છે. મારા અધીન અશ્વો ઉન્માર્ગે જતાં નથી પણ સન્માર્ગે જ જાય છે.
[૯૦૩] કેશીએ ગૌતમને પૂછ્યું - અશ્વ કોને કહ્યા છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું –
[૯૦૪] મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ છે, જે ચારે તરફ દોડે છે. તેને હું સારી રીતે વશ કરું છું. ધર્મશિક્ષાથી તે કંથક અશ્વ થયેલ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit