Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1261

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1261

Language
Gujarati

1261

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૦૬ થી ૯૦૯ [૨૩/૯૦૬ થી ૯૦૯]
[૯૦૬] ગૌતમ! લોકમાં કુમાર્ગ ઘણાં છે, જેનાથી લોકો ભટકી જાય છે. માર્ગે ચાલતા તમે કેમ નથી ભટકતા?
[૯૦૭] જે સન્માર્ગથી ચાલે છે અને જે ઉન્માર્ગથી ચાલે છે, તે બધાંને હું જાણું છું. તેથી હે મુનિ! હું ભટકી જતો નથી.
[૯૦૮] કેશીએ ગૌતમને પૂછ્યું - માર્ગ કોને કહે છે? ત્યારે ગૌતમે ઉત્તર આપ્યો –
[૯૦૯] કુપ્રાવચની પાષંડી લોગ ઉન્માર્ગે ચાલે છે. સન્માર્ગ તો જિનોપદિષ્ટ છે અને આ જ ઉત્તમ માર્ગ છે.

Linked texts (1)