Uttarajjhayana 1262
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1262
- Language
- Gujarati
1262
વિવેચન–૯૦૬ થી ૯૦૯
કુત્સિતપથ તે કુપથ - અશોભન માર્ગ. જગત્માં અનેક લોકો આ માર્ગે નાશ પામે છે - સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. તો તમે કેમ નાશ પામતા નથી? ગૌતમે કહ્યું - જે સન્માર્ગથી જાય છે તે અને ઉત્પથ પ્રવૃત્ત છે તે બંનેને હું જાણું છું. તેથી હે મુનિ! હું નાશ પામતો નથી. જે પોતે સત્પથ કે કુપથના સ્વરૂપથી અજાણ છે, તે ઘણાં કુપથના દર્શનથી તેને જ સુપથ માનીને નાશ પામે છે, પણ હું તેવો નથી, તો કઈ રીતે નાશ પામું?
માર્ગ - સન્માર્ગ, ઉપલક્ષણથી કુમાર્ગ - કાપિલાદિ પ્રરૂપિત કુત્સિત દર્શનના વ્રતો તે કુપ્રવચન પાષંડી, બધાં ઉન્માર્ગ પ્રસ્થિત છે. કેમકે તેમાં ઘણાં પ્રકારે અપાય છે. સન્માર્ગ તે પ્રશસ્તમાર્ગ, જિનપ્રણિત માર્ગ, આ માર્ગ જ બીજા માર્ગો કરતાં પ્રધાન છે. તેનું ઉત્તમત્વ એટલા માટે છે કે તેના પ્રણેતા રાગાદિ રહિત છે. તેથી જ તે સન્માર્ગ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati