Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1277

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1277

Language
Gujarati

1277

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૨૬ થી ૯૩૦ [૨૩/૯૨૬ થી ૯૩૦]
[૯૨૬] હે મુનિ! શારીરિક, માનસિક દુઃખોથી પીડિત પ્રાણીને માટે તમે ક્ષેમ, શિવ, અનાબાધ કયા સ્થાનને માનો છો?
[૯૨૭] ગૌતમે કહ્યું - લોકાગ્રે એક એવું સ્થાન છે, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ કે વેદના નથી. પણ ત્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે.
[૯૨૮] કેશીએ ગૌતમને પૂછ્યું - તે સ્થાન કયુ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું –
[૯૨૯] જે સ્થાને મહર્ષિ રહે છે, તે સ્થાન નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર છે તે ક્ષેમ, શિવ, અનાબાધ છે.
[૯૩૦] ભવૌઘનો અંત કરનાર મુનિ, જેને પામીને શોક કરતા નથી. તે સ્થાન લોકાગ્રે શાશ્વત રૂપે અવસ્થિત છે. જ્યાં પહોંચવું કઠીન છે.

Linked texts (1)