Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1278

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1278

Language
Gujarati

1278

વિવેચન–૯૨૬ થી ૯૩૦
શારીરિક માનસિક દુઃખોથી પીડાતા, આકુલ ક્રિયમાણતાથી જીવોને વ્યાધિ રહિતતાથી ક્ષેમ, સર્વ ઉપદ્રવ અભાવથી શિવ, સ્વાભાવિક બાધા રહિતતાથી અનાબાધ, એવા સ્થાનને તમે જાણો છો? ગૌતમે કહ્યું - એક દુઃખેથી આરોહી શકાય તેવું સ્થાન સમ્યગ્‌દર્શનાદિ ત્રણથી પતાય છે. ત્યાં વ્યાધિના અભાવે ક્ષેમત્વ, જરા-મરણના અભાવે શિવત્વ, વેદનાના અભાવે અનાબાધકત્વ કહેલ છે. તે ધ્રુવ આદિ છે. કર્મરૂપી અગ્નિના ઉપશાંત થવાથી અહીં પ્રાણી શીત થાય છે માટે નિર્વાણ કહ્યું. તેમાં પ્રાણીઓ નિષ્ઠિતાર્થ થાય છે. સર્વ જગત્‌ની ઉપર તેનું સ્થાન છે. ત્યાં તેનો શાશ્વત વાસ છે. તે પામીને જીવો નારકાદિ ભવોનો અંતઃકર થાય છે, ફરી જન્મ લેતા નથી.

Linked texts (2)