Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1295

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1295

Language
Gujarati

1295

વિવેચન–૯૩૯ થી ૯૪૩
આલંબન, કાળ, માર્ગ, યતના એ ચાર કારણે નિર્દોષ, ચાર કારણથી પરિશુદ્ધને યતિ અનુષ્ઠાન વિષયપણાથી ગતિને પ્રાપ્ત કરે. અથવા ચાર કારણથી પરિશુદ્ધ થઈને ચાલે. આલંબનાદિથી વ્યાખ્યા કરે છે – જે આલંબન લઈને ગમનની અનુજ્ઞા હોય. કેમકે નિરાલંબનને ગમનની અનુજ્ઞા નથી. તે અનુલંબન – સૂત્રાર્થરૂપ જ્ઞાન, દર્શન પ્રયોજન, ચારિત્ર છે. કાળ – ચાલવામાં દિવસ તીર્થંકરાદિએ કહેલ છે. કેમકે રાત્રિમાં અચક્ષુ વિષયપણાથી પુષ્ટતર આલંબન વિના અનુજ્ઞા આપી નથી. માર્ગ – સામાન્યથી પંથ, તે પણ ઉન્માર્ગથી વર્જિત હોવો. ઉત્પથનમાં આત્મ અને સંયમ વિરાધનાનો દોષ લાગે. યતના દ્રવ્યાદિ ચારથી કહી. તે ચતુર્વિધ યતના સમ્યક્‌ સ્વરૂપ અભિધાન દ્વારથી કહીએ છીએ, તે સાંભળો.
દ્રવ્યથી જીવાદિ દ્રવ્યને આશ્રીને યતના – દૃષ્ટિ વડે જીવાદિ દ્રવ્ય અવલોકીને સંયમ અને આત્મ વિરાધનાનો પરિહાર કરીને ચાલવું. યુગ માત્ર – ચાર હાથ પ્રમાણ ક્ષેત્રને જોવું, તે ક્ષેત્રથી યતના. કાળથી યતના – જેટલો કાળ ભ્રમણ કરે તેટલો કાળ પ્રમાણ જાણવું. ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું. ઉપયુક્તત્વને સ્પષ્ટ કરતાં કહે છે – શબ્દાદિ ઈન્દ્રિય અર્થોને વર્જીને, તેનો અધ્યવસાય પરીહારીને. સ્વાધ્યાય ન કરતો ચાલે. અર્થાત્‌ માત્ર ઈન્દ્રિયોના અર્થો જ નહીં. સ્વાધ્યાય પણ વર્જતો ચાલે. કેમકે વાચનાદિ સ્વાધ્યાય ગતિ ઉપયોગનો ઘાત કરે છે.
તેથી તે જ ઈર્યા – ગમનમાં જ તન્મય બનીને ચાલે. ચાલવામાં જ મુખ્યતાએ ઉપયોગ રાખવો તે તત્પુરસ્કાર. આના વડે કાયા અને મનની તત્પરતા કહી. વચનથી સમસ્ત વ્યાપાર ન જ કરે. એ પ્રમાણેના ઉપયોગપૂર્વક યતિ ચાલે. હવે ભાષા સમિતિ કહે છે –

Linked texts (2)