Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1294

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1294

Language
Gujarati

1294

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૩૯ થી ૯૪૩ [૨૪/૯૩૯ થી ૯૪૩]
[૯૩૯] સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ ઈર્યા સમિતિથી વિચરણ કરે.
[૯૪૦] ઈર્યા સમિતિનું આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વર્જન છે.
[૯૪૧] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો.
[૯૪૨] દ્રવ્યથી આંખો વડે જુઓ. ક્ષેત્રથી યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી ચાલતો હોય ત્યાં સુધી જુએ. ભાવથી ઉપયોગપૂર્વક ગમન કરે.
[૯૪૩] ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું કાર્ય છોડીને માત્ર ગમન ક્રિયામાં તન્મય થાય. તેની જ મુખ્યતા આપીને ઉપયોગપૂર્વક ચાલે.

Linked texts (1)