Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1297

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1297

Language
Gujarati

1297

વિવેચન–૯૪૪, ૯૪૫
ક્રોધાદિમાં ઉપયોગરત તે એક યતના, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથામાં ઉપયુક્તતા. તેમાં ક્રોધમાં કોઈ અતિકુપિત પિતા બોલે કે – તું મારો પુત્ર નથી. માનમાં કોઈ અભિમાનથી કહે કે મારા જેવી જાતિ કોઈની નથી. માયામાં – બીજાને છેતરવા બોલે કે ‘આ મારો પુત્ર નથી અને હું તેનો પિતા નથી.’ લોભમાં કોઈ વણિક્‌ બીજાના ભાંડ આદિને પોતાના કહે. હાસ્યમાં – કોઈ કુલીનને મજાકમાં પણ અકુલીન કહે. ભયમાં જૂઠ બોલે. મૌખર્યમાં – પરપરિવાદ કરે. વિકથા કરતા – સ્ત્રી આદિ વિશે કથા કરે. આ આઠ સ્થાનોનું વર્જન કરીને સંયત નિર્દોષ, અલ્પ, ઉપયોગપૂર્વક અને કાળે જ બોલે.

Linked texts (2)