Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1303

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1303

Language
Gujarati

1303

વિવેચન–૯૫૦ થી ૯૫૩
મળ, મૂત્ર, મુખમાંથી નીકળતા બળખા, નાકનો મેલ, શરીરનો મેલ, અનશન આદિ, ઉપાધિ, શરીર કે કારણે ગ્રહણ કરેલ છાણ વગેરે, તથાવિધ પરિષ્ઠાપના યોગ્ય તે સ્થંડિલ ભૂમિમાં ત્યાગ કરવો.
સ્થંડિલના દશ વિશેષણમાં આદ્ય પદની ભંગ રચના કહે છે – આપાત – લોકોનું આવાગમન હોય તે, તે ન હોય તેને અનાપાત કહે છે. દૂરથી પણ કોઈ જોતું ન હોય તે અસંલોક. અનાપાત અને અસંલોક તે પહેલો ભંગ. એ પ્રમાણે સૂત્રાર્થમાં કહ્યા મુજબ ચારે ભંગો સમજી લેવા. તેમાં સ્થંડિલ વિસર્જન ક્યાં કરવું? અનાપાત અસંલોક ભૂમિમાં.
પરોપઘાત – સ્વપક્ષાદિનો ઉપઘાત – સંયમ – આત્મ – પ્રવચન બાધારૂપ જેમાં વિદ્યમાન છે તે ઉપઘાતિક. તેનું ન હોવું તે અનુપઘાતિક. નિમ્ન કે ઉન્નત અને પોલાણવાળી ભૂમિને વર્જે. જલદીથી નિર્જીવ થયેલ. કેમકે વધુ કાળ જતાં પૃથ્વીકાયાદિ સંમૂર્ચ્છિમ ઉત્પન્ન થાય પણ ખરા. વિસ્તીર્ણ – જઘન્યથી હાથ પ્રમાણ, નીચે ચાર આંગળ અચિત્ત થયેલી. ગામથી દૂરવર્તીની, બિલ વર્જિત, ત્રસપ્રાણતિજ રહિત ભૂમિમાં ઉચ્ચારાદિ પરઠવે.
૦ હવે તેનો ઉપસંહાર કરે છે –

Linked texts (2)