Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1302

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1302

Language
Gujarati

1302

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯૫૦ થી ૯૫૩ [૨૪/૯૫૦ થી ૯૫૩]
[૯૫૦] ઉચ્ચાર, પ્રસ્રવણ, શ્લેષ્મ, સિંધાનક, જલ્લ, આહાર, ઉપધિ, શરીર તથા તેવા પ્રકારની બીજી કોઈ વસ્તુ (વિવેકપૂર્વક પરઠવે. કઈ રીતે)
[૯૫૧] અનાપાત અસંલોક, અનાપાત સંલોક, આપાત અસંલોક અને આપાત સંલોક (એવી ચાર પ્રકારે સ્થંડિલ ભૂમિ કહી).
[૯૫૨] જે ભૂમિ અનાપાત – અસંલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશુષિર હોય તથા થોડા સમય પૂર્વે નિર્જીવ થઈ ગઈ હોય.
[૯૫૩] વિસ્તૃત, ગામથી દૂર, ઘણે નીચે સુધી અચિત, ત્રસ પ્રાણી અને બીજ રહિત. એવી ભૂમિમાં ઉચ્ચારાદિનો ત્યાગ કરવો જોઈએ.

Linked texts (1)