Uttarajjhayana 1306
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1306
- Language
- Gujarati
1306
વિવેચન–૯૫૫, ૯૫૬
સત્ - પદાર્થ, હિત – યથાવત્ વિકલ્પથી તે સત્ય મનોયોગ. તે વિષયક મનોગુપ્તિ ઉપચારથી સત્યા કહી. તે પ્રમાણે મૃષા – તેનાથી વિપરીત મનોયોગ વિષય છે. સત્યામૃષા – ઉભયરૂપ છે. અસત્યા મૃષા તે ઉભય સ્વભાવ રહિત મનોદલિક વ્યાપાર રૂપ છે. બધે આમ યોજવું.
સરંભ – મનો સંકલ્પ, જેમકે આ મરી જાય તેમ હું વિચારીશ. સમારંભ – બીજાને પીડા કર ઉચ્ચાટનાદિ બંધન ધ્યાન. આરંભ – અત્યંત ક્લેશથી બીજાના પ્રાણનો અપહાર ક્ષમ અશુભ ધ્યાન. મનથી આ ત્રણે ન કરવા. ચિત્તને તેમાંથી નિવારવું. વિશેષ એ કે – શુભ સંકલ્પમાં મનને પ્રવર્તાવવું. તે પ્રવિચાર અપ્રતીચાર રૂપ ગુપ્તિ છે. હવે વાગ્ગુપ્તિ –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati