Pramāṇa · Search · About · API

Uttarajjhayana 131

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 131

Language
Gujarati

131

વિવેચન–૪૦
આચાર્ય કે બીજા વિનયને યોગ્ય ને કોપયુક્ત ન કરે. ગુરુ વડે અતિ કઠોર ભાષણાદિ વડે અનુશાસિત કરાતા ન સ્વયં કોપે. કંઈક કોપપણાને પામે તો પણ આચાર્યનો ઉપઘાતકારી કે વ્યથાકારી ન બને. તોત્ર - દ્રવ્યથી છિદ્ર અને ભાવથી તેમના દોષોનો ઉદ્ભાવક, તે વડે વ્યથા ઉપજાવતા વચનો ન કહે. આચાર્યનો ઉપઘાતી ન બને, તેમાં ઉદાહરણ – કોઈ આચાર્યાદિ ગણિગુણ સંપન્ન યુગપ્રધાન પ્રક્ષીણ પ્રાયઃ કર્મવાળા આચાર્ય અનિયત વિહારપણાથી વિહરવા ઈચ્છવા છતાં જંઘાબળ ક્ષીણ થવાથી એક સ્થાને જ રહેલા. ત્યાં શ્રાવક લોકો આ ભગવંત છે, તો તીર્થ સાથ છે એમ વિચારી, તેમની વય અને અવસ્થા સમુચિત સ્નિગ્ધ, મધુર આહારાદિ વડે રોજ સેવતા હતા. તેમના શિષ્યોએ કોઈ દિવસે ભારે કર્મીપણાથી વિચાર્યું કે આને અમારે ક્યાં સુધી પાળવા? તેથી તેને ઉચિત અશનાદિ ન આપવા, અંતપ્રાંતાદિ ભોજન આપવું. શ્રાવકોને કહ્યું કે તેઓ શરીરની અપેક્ષા રહિત હોવાથી પ્રણીત ભોજનપણાને ઈચ્છતા નથી, પણ સંલેખના કરવાને ઈચ્છે છે. શ્રાવકો બોલ્યા કે હે ભગવન્‌! આપ શા માટે અકાળે સંલેખના વિધિને આરંભો છો? અમે આને નિર્વેદનું કારણ માનતા નથી. ત્યારે આચાર્યએ પણ ઈંગિતથી જાણ્યું કે આ બધાં મારા શિષ્યોની મતિથી વ્યુદ્ગ્રાહિત થયા છે. તેથી તેમણે વિચાર્યું કે મારે અપ્રીતિના ભાજન થવા કરતાં ઉત્તમાર્થની સાધના જ શ્રેષ્ઠ છે. તેથી તેમણે ભક્ત-પ્રત્યાખ્યાન કર્યા. આ પ્રમાણે બુદ્ધોપઘાતી ન થવું જોઈએ.
એ પ્રમાણે આચાર્યને કોપ ન કરાવવો તે કહ્યું. કદાચ જો કોપ પામે તો જે કરવું જોઈએ, તે કહે છે –

Linked texts (2)