Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1333

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1333

Language
Gujarati

1333

વિવેચન–૧૦૦૧ થી ૧૦૦૪
મારે સમુદાન ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, પણ જલદી પ્રવ્રજ્યા સ્વીકાર. હે બ્રાહ્મણ! ભવનિષ્ક્રમણથી જ મારે કાર્ય છે. આવો ઉપદેશ કેમ આપે છે? જેથી તું ભ્રમણ ન કર, ક્યાં? ઈહલોકાદિ ભયરૂપ આવર્ત્ત જેમાં છે, તે ભયાવર્ત્ત એવા રૌદ્ર, ભવ - મનુષ્ય ભવ આદિ, દીર્ઘ ભવ સમુદ્રમાં.
આના જ સમર્થનમાં કહે છે – શબ્દાદિ ભોગો ભોગવતા કર્મનો ઉપચય થાય છે. ભોગી - શબ્દાદિ ભોગવાન્‌, તેવા નથી તે અભોગી છે. તે કર્મોથી ઉપલિપ્ત થતાં નથી. તેથી ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. અહીં ગૃહસ્થભાવમાં ભોગીત્વ છે. નિષ્ક્રમણમાં તેનો અભાવ છે. ગૃહીભાવના સદોષપણાથી નિષ્ક્રમણ જ યુક્ત છે, તેમ કહેલ છે.
દૃષ્ટાંત દ્વારથી કહે છે – ભીનો અને સૂકો, બે ગોળા - માટીના પિંડ ફેંક્યા. તે ભીંત ઉપર પડ્યા. પછી ભીનો ગોળો ભીંત ઉપર ચોંટી ગયો. હવે દાર્ષ્ટાન્તિક યોજના કહે છે - એ પ્રમાણે કર્મો ચોંટે છે. કોને? જે મનુષ્ય દુર્બુદ્ધિ છે, વિષય લંપટ છે. તેને જે વિરક્ત છે. કામભોગથી પરાંગ્મુખ છે, તેને કર્મો ચોંટતા નથી, જેમ સૂકો ગોળો ચોંટતો નથી. - X - X -. મુનિએ એ પ્રમાણે પ્રજ્ઞાપના કરતા વિજયઘોષે શું કર્યું?

Linked texts (2)