Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1332

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1332

Language
Gujarati

1332

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૦૧ થી ૧૦૦૪ [૨૫/૧૦૦૧ થી ૧૦૦૪]
[૧૦૦૧] મારે ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી. હે દ્વિજ! જલદી શ્રમણત્વ સ્વીકારો. જેથી તમારે ભયના આવર્ત્તવાળા સંસારમાં ભ્રમણ ન કરવું પડે.
[૧૦૦૨] ભોગોમાં કર્મોનો ઉપલેપ થાય છે, અભોગી કર્મોથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, અભોગી તેનાથી વિપ્રમુક્ત થઈ જાય છે.
[૧૦૦૩] એક ભીનો અને એક સૂકો, બે માટીના ગોળા ફેંક્યા. તે બંને દિવાલ ઉપર પડ્યા, જે ભીનો હતો તે ચોંટી ગયો.
[૧૦૦૪] આ પ્રમાણે જ જે મનુષ્ય દુર્બુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે. તે વિષયોમાં ચોંટી જાય છે. વિરત છે તે સૂક્ત ગોળા માફક ચોંટતો નથી.

Linked texts (1)