Uttarajjhayana 1338
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1338
- Language
- Gujarati
1338
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૭૭ થી ૪૮૩ + વિવેચન [૨૫/નિર્યુક્તિ-૪૭૭ થી ૪૮૩ + વિવેચન]
એકરાત્રિકી પ્રતિમાથી વિચરતા એવા તે મુનિ પૃથ્વી ઉપર ચાલતા વાણારસી નગરીએ પહોંચ્યા. તે ઉદ્યાનમાં રહ્યા. માસક્ષમણથી ખેદિત શરીરવાળા તેઓ ભિક્ષાર્થે બ્રાહ્મણના યજ્ઞપાટકમાં ઉપસ્થિત થયા. ત્યાં તે જયઘોષ મુનિને કહ્યું, તમે શા માટે આવ્યા છો? અમે તમને અહીં કશું આપીશું નહીં. તમે બીજે ભિક્ષા માટે જાઓ. યજ્ઞપાટકમાં આ પ્રમાણે યાચના કરતા તેમને પ્રતિષેધ કરાતા તે પરમાર્થના સારને જાણતા મુનિ લેશમાત્ર સંતુષ્ટ કે રોષાયમાન ન થયા.
પછી તે અણગારે કહ્યું. હે યાજક! આયુષ્યમાન્! તમે વ્રતચર્યા ભિક્ષાચર્યા અને સાધુનું આચરણ જે ઉપદેશાયેલ તેને સાંભળો. રાજ્ય અને રાજ્યલક્ષ્મીને છોડીને આવેલા પણ ભિક્ષા માટે અનુચરે છે. નિઃસ્સંગ એવા શ્રમણને ભિક્ષાચર્યા જ કરણ રૂપ છે. વિજયઘોષ યાજકે જયઘોષને સારી રીતે જાણીને કહ્યું - હે ભગવન્! અહીં ઘણું અન્ન છે, તમે તેને ખાઓ.
ત્યારે જયઘોષ મુનિએ કહ્યું–મારે ભિક્ષાથી કોઈ કાર્ય નથી. ધર્મચરણથી કાર્ય છે. ધર્મચરણને સ્વીકાર,સંસારમાં ભટક નહીં. તે શ્રમણની પાસે ધર્મ સાંભળીને સમ મનવાળા થયેલા વિજયઘોષે દીક્ષા લીધી. તે બંને જયઘોષ અને વિજયઘોષ મુનિ સંસારનો ક્ષય કરીને સિદ્ધિમાં ગયા.
બધી ગાથાનું વ્યાખ્યાન પ્રાયઃ કરાઈ ગયેલ છે. કેટલીક વિશેષતા માત્ર વૃત્તિકારશ્રી બતાવે છે, તે આ પ્રમાણે – પ્રતિમા - તથાવિધ અભિગ્રહ વિશેષ રૂપથી પણ બાર ભિક્ષુપ્રતિમા વડે નહીં. કેમકે તેમાં માસક્ષમણનો સંભવ નથી. તેનું સ્વરૂપ આવું છે - એકરાત્રિકી ભિક્ષુ પ્રતિમા સ્વીકારેલ સાધુ નિત્ય કાયાને વોસીરાવીને જ્યાં સુધી આરાધે ત્યારે તેને અઠ્ઠમ ભક્ત-પાન વડે ગામની બહાર યાવત્ રાજધાનીમાં કંઈક બંને પગને સંહરીને, લંબાવેલા હાથ રાખી, એક પ્રદ્ગલ ઉપર દૃષ્ટિને અનિમેષ નયને કંઈક નમેલી કાયા વડે યથા પ્રણિહિત શરીર વડે અને બધી ઈન્દ્રિયો વડે ગુપ્ત સ્થાને રહીને કાયોત્સર્ગ કરે.
ત્યાં ‘અઠ્ઠમ’ તપ કહેલ છે. અહીં માસક્ષમણથી ખેદિત શરીર કહ્યું. એ પ્રમાણે અપ્રતિબદ્ધ વિહાર કરતાં કહ્યું. આ પ્રતિમાનો ભાવથી એક સ્થાને રહેલાને સંભવ છે. જ્યારે અહીં પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતાં ઉદ્યાનમાં પધાર્યા તેમ કહ્યું છે. ખેદિત - શરીરથી, મનથી ખેદ પામેલા નહીં –
બ્રાહ્મણો માટે તૈયાર કરાયેલ આહારથી યાચના કરી. ત્યારે અમારા સિવાયના આહારને યાચો તેમ કહ્યું. મોક્ષનો સાર પામેલા, પરમાર્થથી ક્ષાંતિ આદિ ધર્મને પામેલા અથવા જ્ઞાનાદિનો સાર પામેલા.
વ્રતચર્યા એ જ ભિક્ષાને માટે ભમવું તે. તેને વિહિત તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ છે. સાધુ વડે ચરાય તે આચરણ. જેના સાત અંગો હોય તેવા રાજ્યને છોડીને અને છત્ર ચામરાદિ રાજ્યલક્ષ્મીને છોડીને સાધુ ભિક્ષાર્થે ભ્રમણ કરે છે. મુક્ત - નિસ્સંગ, ચરણ - વ્રત આદિ કરણ - પિંડ વિશુદ્ધિ આદિ. રાજર્ષિઓએ પણ આ ભિક્ષાચર્યાને સેવેલી છે, તે વિધાનથી હું અહીં આવેલો છું. તેથી તમે મને ભિક્ષા આપો.