Uttarajjhayana 1340
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1340
- Language
- Gujarati
1340
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૮૪ થી ૪૮૯ + વિવેચન [૨૬/નિર્યુક્તિ-૪૮૪ થી ૪૮૯ + વિવેચન]
‘સામ’નો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર અને તદ્વ્યતિરિક્ત. તદ્વ્યતિરિક્ત દ્રવ્ય સામ તે શર્કરા, ક્ષીર આદિ છે. ભાવમાં ‘સામ’ તે દશ ભેદે આ ઈચ્છાકાર, મિથ્યાકાર આદિ સામાચારી છે. આનું ભાવ સામત્વ તાત્વિક રીતે ક્ષાયોપશમાદિ ભાવરૂપ પણાથી પરસ્પર અવિરોધથી અવસ્થાન છે.
સામાચારી - ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્વિકી, નૈષેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા એ દશ છે. આ પ્રત્યેકની પ્રરૂપણા કહીશ. આવશ્યક નિર્યુક્તિમાં પણ આ ગાથા આવેલ છે. - X - X - X - ભાવથી આ દશવિધ સામાચારીની આચરણા છે. - X - X -. આચારનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યાચાર બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. શેષ પૂર્વવત્ - X - X -.
હવે અધ્યયનના નામનો અન્વર્થ કહે છે –