Uttarajjhayana 135
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 135
- Language
- Gujarati
135
વિવેચન–૪૨
ધર્માર્જિત - ક્ષાંતિ આદિ રૂપ ધર્મને ઉપાર્જિત. કેમકે ધર્મ રહિતને આ પ્રાપ્ત ન થાય. વ્યવહાર - વિવિધ કે વિધિવત્ અને કાર્યત્વથી આચરણ - યતિકર્તવ્યતા રૂપ, તત્વજ્ઞાતા વડે આચરિત, તેને સદા અવસ્થિતપણાથી આચરતો, અથવા ધર્માર્જિત બુદ્ધો વડે આચરિત જે વ્યવહાર તેને આચરતો, વિશેષથી પાપકર્મને હરે તે વ્યવહાર. તેનાથી શું થાય? ‘આ અવિનીત છે’ એવા પ્રકારની નિંદાને સાધુ ન પામે. અથવા આના વડે આચાર્ય વિનય જ કહ્યો છે.
ધર્મને ન ઉલ્લંઘેલ અને તેથી જ આચાર્ય વડે આચરિત સર્વકાળ - ત્રિકાળ વિષયત્વથી જીતવ્યવહાર, તેમાં પ્રમાદથી સ્ખલિત આદિમાં પ્રાયશ્ચિત્તદાન રૂપ આચરતો આ દંડરૂચિ છે કે નિર્ઘૃણ છે, એવા પ્રકારની જુગુપ્સા ન પામે. ધર્મ્યજિત વિશેષણ - ‘મને આચાર્યએ દંડવો ન જોઈએ.’ આવું ન વિચારવા માટે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati