Uttarajjhayana 1363
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1363
- Language
- Gujarati
1363
વિવેચન–૧૦૪૪/૨ થી ૧૦૫૭
કાયોત્સર્ગાદિ ૧૩|| સૂત્રો છે. પ્રશ્રવણાદિ ભૂમિ પ્રતિલેખના પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. તે કર્મોના અપચયનો હેતુ છે. - X - X - ત્યાં રહીને જે કરે, તે કહે છે – ત્યારપછી દૈવસિક અતિચાર - અતિક્રમને ચિંતવે - ધ્યાવે. અનુક્રમે પ્રભાતે મુખવસ્ત્રિકાની પડિલેહણાથી યાવત્ આ જ કાયોત્સર્ગ છે. - X - X - કયા વિષયના અતિચાર ચિંતવે?
જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયના. જેણે કાયોત્સર્ગને સમાપ્ત કરેલ છે, તે પ્રમાણે વાંદીને - દ્વાદશાવર્ત્ત વંદન વડે વાંદી, અતિચાર ચિંતન કર્યા પછી આચાર્યાદિ પાસે દૈવસિક અતિચારોની આલોચના કરે અર્થાત્ ગુરુની સમક્ષ પ્રકાશે - કહે. - X - X - પ્રતિક્રમ્ય - અપરાધ સ્થાનો થકી નિવૃત્ત થઈને, પ્રતિક્રમણ કરે. કઈ રીતે? મનથી ભાવ શુદ્ધિ વડે, વચનથી સૂત્રપાઠ વડે, કાયા વડે મસ્તકને નમાવીને. પછી માયાદિ શલ્ય રહિત થઈને, વંદનપૂર્વક ખમાવીને અને દ્વાદશાવર્ત્ત વંદન વડે વાંદીને, પછી ઉક્ત વિધિ બાદ અર્થાત્ આચાર્યાદિને વાંદીને...
કાયોત્સર્ગ - ચારિત્ર, દર્શન, શ્રુત જ્ઞાન શુદ્ધિ નિમિત્તે ત્રણે વ્યુત્સર્ગ રૂપ કાયોત્સર્ગ કરે. ગુરુ વંદન પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. પછી સિદ્ધ સ્તવરૂપ સ્તુત મંગલ કરીને, પાઠાંતરથી સિદ્ધનો સ્તવ કરીને, આગમ પ્રતીત કાળની સમ્યક્ પ્રત્યુપેક્ષણા કરે, જાગૃત થાય. - X - X - X - ચોથી પોરિસીમાં કઈ રીતે સ્વાધ્યાય કરે? ચોથી પોરિસીમાં વૈરાત્રિક કાળને પડિલેહીને પૂર્વવત્ કાળ ગ્રહીને સ્વાધ્યાય કરે. કઈ રીતે? અસંયત અર્થાત્ ગૃહસ્થ જાગી ન જાય તે રીતે. કેમકે તેમના ઉઠી જવાથી, તેઓ પાપસ્થાનોમાં પ્રવર્તે તેવો સંભવ રહે છે.
ચોથી પોરિસીનો ચોથો ભાગ બાકી રહેતા. ત્યાં કાળવેળાનો સંભવ રહે છે તેથી કાળગ્રહણ ન કરે. પછી ગુરુને વાંદીને પ્રાભાતિક કાળને પ્રતિક્રમે. પછી પ્રત્યુપેક્ષણા કરે - X - અહીં સાક્ષાત્ પ્રત્યુપેક્ષણાનું ફરી-ફરી કથન બહુતર વિષયપણાથી છે. અહીં સંપ્રદાય આ પ્રમાણે છે–
ત્યારે ગુરુઓ ઉઠીને ચરમ યામ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. છેલ્લા યામે બધાં ઉઠીને વૈરાત્રિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે ગુરુઓ સૂવે છે. પ્રાભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રાભાતિક કાળ ગ્રહણ કરશો તે કાળને પ્રતિક્રમીને પ્રાભાતિક કાળ ગ્રહણ કરે છે. બીજા કાળવેળાએ કાળનું પ્રતિક્રમણ કરે છે. પછી આવશ્યક કરે છે.
મધ્યમ ક્રમની અપેક્ષાથી ત્રણ કાળ ગ્રહણ કરે છે. અન્યથા ઉત્સર્ગથી ઉત્કર્ષથકી ચાર, જઘન્યથી ત્રણ કાળગ્રહણ, અપવાદથી ઉત્કૃષ્ટ થકી લે, જઘન્યથી એકની પણ અનુજ્ઞા કરે છે. - X - X -
ચૂર્ણિકાર કહે છે કે - X - X - કાળને પ્રતિલેખીને, અસંયતને જગાડ્યા વિના, મુનિ સર્વ દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. પોરિસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને બાકીના સાધુ કાળને પ્રતિક્રમે અને કાળને પડિલેહે. - X
કાયાના વ્યુત્સર્ગ સમયે સર્વ દુઃખોના વિમોક્ષણાર્થે કાયોત્સર્ગ દ્વારથી કાયોત્સર્ગ કરે. અહીં જે ‘સર્વ દુઃખ વિમોક્ષણ’ વિશેષણ વારંવાર કહેવાય છે, તે આના અત્યંત નિર્જરા હેતુત્વને જણાવવાને માટે છે. તેથી આ કાયોત્સર્ગના ગ્રહણથી - ચારિત્ર, દર્શન, શ્રુતજ્ઞાનની વિશુદ્ધિને માટે ત્રણ કાયોત્સર્ગ ગ્રહણ કરાય છે. તેમાં ત્રીજામાં રાત્રિક અતિચાર ચિંતવાય છે. રાત્રિક અતિચાર જે રીતે જે વિષયમાં ચિંતનીય છે, તે કહે છે–
રાત્રિમાં થાય કે રાત્રિક, તે અતિચારોને ચિંતવે. ક્રમથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ચ શબ્દથી વીર્યાચારના અતિચારો. બાકીના કાયોત્સર્ગમાં ચતુર્વિંશતિ સ્તવની ચિંતવના સાધારણ હોવાથી કહી નથી.
કાયોત્સર્ગમાં રહીને શું કરે? તે કહે છે. તપ - નમસ્કાર સહિત આદિને હું સ્વીકારું છું. એ પ્રમાણે ત્યાં ચિંતવે કે - વર્દ્ધમાન સ્વામીએ છ માસ અશન રહિત વિચરણ કર્યું. તો શું હું અશનરહિતપણે તેટલો કાળ રહેવાને સમર્થ છું કે નહીં? એ પ્રમાણે પાંચ માસ આદિ યાવત્ નમસ્કાર સહિત તે પ્રમાણે ભાવના કરે. છેલ્લે ચિંતવે કે હું કયો તપ કરીશ? - X - X - એ પ્રમાણે ઉક્ત અર્થનો અનુવાદ કરી શેષ સામાચારી કહી. પછી તે તપ સ્વીકારીને સિદ્ધોની ત્રણ સ્તુતિ રૂપ સ્તવના કરે. પછી જ્યાં ચૈત્ય હોય ત્યાં વંદના કરે. ૦ હવે ઉપસંહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati