Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1362

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1362

Language
Gujarati

1362

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૪૪/૨ થી ૧૦૫૭ [૨૬/૧૦૪૪/૨ થી ૧૦૫૭]
[૧૦૪૪/૨] ત્યારપછી સર્વ દુઃખોથી મુક્ત કરનારો કાયોત્સર્ગ કરે.
[૧૦૪૫] જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈવસિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે.
[૧૦૪૬] કાયોત્સર્ગ પૂરો કરીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે દૈવસિક અતિચારોની આલોચના કરે.
[૧૦૪૭] પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈને ગુરુને વાંદીને, પછી સર્વ દુઃખોથી મુક્ત કરાવનારો કાયોત્સર્ગ કરે.
[૧૦૪૮] કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ કરીને કાળની પ્રતિલેખના કરે.
[૧૦૪૯] રાત્રિક કૃત્યમાં - પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
[૧૦૫૦] ચોથા પ્રહરે કાળનું પ્રતિલેખન કરે. અસંયતને જગાડ્યા વિના સ્વાધ્યાય કરે.
[૧૦૫૧] ચોથા પ્રહરના ચોથા ભાગે ગુરુને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરે, કાળનું પ્રતિલેખન કરે.
[૧૦૫૨] સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખ વિમોક્ષક કાયોત્સર્ગ કરે.
[૧૦૫૩] જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી રાત્રિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે.
[૧૦૫૪] કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે રાત્રિક અતિચારોને આલોચે.
[૧૦૫૫] પ્રતિક્રમણ કરી નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યારપછી બધાં દુઃખોથી મુક્ત કરાવનારો કાયોત્સર્ગ કરે.
[૧૦૫૬] કાયોત્સર્ગમાં ચિંતવે કે ‘હું આજે કયા તપને સ્વીકારું?’ કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે.
[૧૦૫૭] કાયોત્સર્ગ પારી, ગરુને વંદના કરી, ત્યારપછી યથોચિત તપનો સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે.

Linked texts (1)