Uttarajjhayana 1369
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1369
- Language
- Gujarati
1369
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૯૬ + વિવેચન [૨૭/નિર્યુક્તિ-૪૯૬ + વિવેચન]
દંશમશક સમાન - તુલ્ય, તે પણ જાતિ આદિથી તેની જેમ જ કરડે છે. જલૌકા કપિકચ્છુક સમાન જે શિષ્યો છે, તે દોષગ્રાહીતાથી અપ્રસ્તુત પૃચ્છાદિથી ઉદ્વેજકપણાથી તેવા હોય છે. જેમ વીંછી કાંટા વડે વીંધે છે, તેમ જે શિષ્યો ગુરુને વચનકંટક વડે વીંધે છે. તે આવા પ્રકારના ભાવખલુંક કહેવાય છે. તીક્ષ્ણ - અસહિષ્ણુ, મૃદુ - આળસથી કાર્ય, કારણ પ્રત્યે અદક્ષ, ચંડ - કોપપણાથી, માર્દવિકા - સો વખત ગુરુ વડે પ્રેરાયા છતાં સમ્યગ્ અનુષ્ઠાન પ્રત્યે ન પ્રવર્તે તે.
વળી બીજું - જે કોઈ ગુરુ - આચાર્યાદિથી કુલવાલક માફક પ્રતિકૂળ છે, શબલ ચારિત્રના યોગવાળા છે, ગુરુ આદિને અસમાધિ કરાવનારા છે, તેથી જ તે પાપી કલહ કરવાના સ્વભાવવાળા છે, સદનુષ્ઠાન પ્રતિ પ્રેરવા છતાં લડવાને ઉભા થઈ જાય છે, તેઓ સર્વજ્ઞના શાસનમાં ‘ખલુંક’ જ કહેવાય છે. તથા પિશુન છે. તેથી જ બીજાને ઉપતાપ કરે છે, વિશ્વસ્ત લોકોએ કહેલ રહસ્યનો ભેદ કરે છે, બીજાનો કોઈને કોઈ પ્રકારે અભિભાવ - પરાભવ કરે છે. યતિકૃત્યોથી કંટાળી ગયેલા છે અથવા જે ઉપદેશવાક્ય રૂપથી નિર્ગત છે તેવા નિર્વચનીય છે, તેથી માયાવી છે. તેમને સર્વજ્ઞના શાસનમાં શઠ કહેલા છે. આવા ખલુંકો હોય છે.