Uttarajjhayana 1368
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1368
- Language
- Gujarati
1368
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૯૩ થી ૪૯૫ + વિવેચન [૨૭/નિર્યુક્તિ-૪૯૩ થી ૪૯૫ + વિવેચન]
અવદારે અર્થાત્ ગાડાનો કે સ્વામીનો વિનાશ કરે, ઉત્ત્રસક - જે કંઈપણ જોઈને ત્રાસ પામે, યોત્ર-યુગનો વિનાશ કરે છે. તથા તોત્ર - પ્રાજનક - તેને ભાંગે છે, ઉન્માર્ગ અને વિરૂપ માર્ગ બંનેથી જવાના સ્વભાવવાળો છે. એવો વિશેષણવાળો તે બળદ, અશ્વ આદિ હોય છે.
આ જ વાત બીજા પ્રકારે કહે છે – જે કોઈ દારુ આદિ મધ્યમાં સ્થૂળપણાથી કુબ્જ, તેના કઠિનપણાથી કર્કશ, અતિ નિચિત પુદ્ગલ-પણાથી ગુરુક, તેથી જ દુઃખે કરીને નમાવવા શક્ય હોય તે કરીરકાષ્ઠવત્, તે દ્રવ્યોમાં ખલુંક - અનૃજુપણાથી ખલુંક, વિશિષ્ટ કૌટિલ્ય યોગથી કુટિલ, ગાંઠો વડે વ્યાપ્ત છે. આ જ વાત દૃષ્ટાંતથી કહે છે – ઘણો કાળ પણ વક્ર અને અવધારણ ફળપણાથી વક્ર જ થાય છે, કદાપી ઋજુ ભાવને અનુભવતા નથી. એક સ્વરૂપથી સરળ નથી, બીજો તેના કોઈ કાર્યમાં અનુપયોગથી કોઈ વડે અનૃજુ કરાય છે. કરમર્દી - તેવું લાકડું, ગજાંકુશ માફક વક્રપણાથી વૃંત છે. અનેક પ્રકારે દ્રવ્ય ખલુંકનું અભિધાન છે. - X - હવે સર્વ અર્થમાં ભાવથી ખલુંકને બતાવતા કહે છે –