Uttarajjhayana 1382
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1382
- Language
- Gujarati
1382
વિવેચન–૧૦૭૩, ૧૦૭૪
ખેદથી અસમાધિના સંભવ પછી સારથીની જેમ સ્ખલિત પ્રવર્તકપણાથી આચાર્ય વિચારે છે - સારથિ એટલે તે ગર્ગાચાર્ય ખલુંક - દુઃશિષ્યોથી ખેદ પામીને, તે દુષ્ટ બળદવત્ અનેક વખત પ્રેરણા કરાયા છતાં સન્માર્ગે ન જતાં શિષ્યો ગુરુને શ્રમના હેતુ રૂપ જ થાય છે અથવા મારુ આલોક કે પરલોકનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કોના વડે? આ દુષ્ટ શિષ્યોથી. મારો આત્મા સીદાય છે. - X - તેથી તેમનો ત્યાગ કરવો જ મારા માટે શ્રેષ્ઠ છે. પ્રેરણા કરવામાં આચાર્ય સ્વકૃત્ય પણ કેમ કરી શકતા નથી? તે કહે છે –
મારા શિષ્ય તો ગળીયા ગધેડા જેવા છે. અહીં ગધેડાનું ગ્રહણ અતિ કુત્સા બતાવવા માટે છે. તેઓ પણ સ્વરૂપથી અતિ પ્રેરણા કરાતાં જ પ્રવર્તે છે. તેમને પ્રેરવામાં જ કાળ પસાર થઈ જાય છે. તેથી તે ગળીયા ગધેડા જેવા દુઃશિષ્યોનો ત્યાગ કરીને, તેમના અનુશાસનરૂપ પલિમંથના ત્યાગથી ગર્ગ નામક ગુરુએ અનશનાદિને દૃઢ પણે સ્વીકારે છે.
ત્યારપછી તે આચાર્ય કેવા થઈને, શું કરે છે?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati