Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1384

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1384

Language
Gujarati

1384

વિવેચન–૧૦૭૫
મૃદુ - બહિર્વૃત્તિથી વિનયવાન્‌, માર્દવ સંપન્ન - અંતઃકરણથી પણ વિનયવાન. કુશિષ્યની સાથે મૃદુ હોવા છતાં સ્વરૂપથી અમૃદુ જ રહે છે. તેથી જ ગંભીર, સુષ્ઠુ ચિત્ત સમાધિવાળા, અપ્રતિબદ્ધ વિહારથી પૃથ્વી ઉપર વિચરે છે. - X - અહીં ખલુંકતા જ ગુરુને માટે દોષ હેતુપણે થાય છે, તેના ત્યાગથી અશઠતા જ સેવવી તે અધ્યયનનું તાત્પર્ય છે.

Linked texts (2)