Uttarajjhayana 1399
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1399
- Language
- Gujarati
1399
વિવેચન–૧૦૮૧
કહેવાનાર ગુણોનો આશ્રય - આધાર જ્યાં તે રહે છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને રહે છે કે નાશ પામે છે, તે દ્રવ્ય, આના વડે ‘રૂપાદિ જ વસ્તુ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી.’ એ તથાગતતા મતનું ખંડન કરેલ છે. - X - X - એક દ્રવ્યમાં સ્વ-આધારભૂત સ્થિત તે એકદ્રવ્યાશ્રિત. તે કોણ છે? ગુણ - રૂપ આદિ. - X - X - X - X - જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, પર્યવ - કહેવાનાર રૂપ છે, તે દ્રવ્ય અને ગુણના આશ્રિત છે. - X - X - X - X - X - સૂત્રમાં ‘દ્રવ્ય ગુણોનો આશ્રય છે.’ એ પ્રમાણે દ્રવ્ય લક્ષણ છે. આવા લક્ષણવાળું દ્રવ્ય એક જ છે, કે તેના ભેદો પણ છે? તે વાતને કહે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati