Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1403

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1403

Language
Gujarati

1403

વિવેચન–૧૦૮૩
ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય તે સંખ્યામાં એક-એક જ છે. એ પ્રમાણે તીર્થંકરે કહેલ છે, તો શું ‘કાળ’ આદિ દ્રવ્ય પણ એ પ્રમાણે જ છે? તે અનંત સંખ્યક છે, કેમકે તેના સ્વગત ભેદો અનંત છે. કાળ, પુદ્ગલ અને જીવો અનંત છે. કાળની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાથી છે.
આના પરસ્પર નિબંધન લક્ષણ ભેદો કહે છે –

Linked texts (2)