Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1405

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1405

Language
Gujarati

1405

વિવેચન–૧૦૮૪ થી ૧૦૮૭
ગમન એટલે ગતિ, દેશાંતર પ્રાપ્તિ, જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, ગતિ જેનું લક્ષણ છે તે ધર્માસ્તિકાય છે. - X - X - X - X - તથા અધર્મ - અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ - સ્થાન અર્થાત્‌ ગતિ નિવૃત્તિ છે. તે જ સ્થિતિ પરિણત જીવ અને પુદ્ગલોને સ્થિતલક્ષણ કાર્ય પ્રતિ અપેક્ષા કારણત્વથી વ્યાપારીત કરાય છે, તેથી તેનાથી લક્ષ્ય કરાય છે. તેમ કહ્યું. - X - X - X - X - X - ભાજન - આધાર, જીવ આદિ સર્વે દ્રવ્યોનો આધાર આકાશ છે. તેથી અવગાહ દાન એ આકાશનું લક્ષણ છે. તે અવગાહના માટે પ્રવૃત્તને આલંબન રૂપ છે. આના વડે આકાશનું અવગાહ કારણત્વ કહ્યું. - X - X - X - X - X -.
જે વર્તે છે - ભવો થાય છે, તે રૂપથી તેના પ્રત્યે પ્રયોજકત્વ તે વર્ત્તના. તે લક્ષણ - ચિહ્ન છે, કોનું? કાળનું. અહીં એવું કહેવા માંગે છે કે જે આ શીતવાયુ, આતપ આદિ ઋતુ વિભાગથી થાય છે. - X - X - X - સર્વથા વર્ત્તના વડે લક્ષ્યમાણત્વથી આ કાળ છે તેમ જાણવું.
જીવ - તેનું લક્ષણ ઉપયોગ છે, તે મતિ જ્ઞાનાદિ રૂપ ઉપયોગ છે. તે સ્વસંવિદિત જ હોય, તેને અનુભવતો રૂપ આદિના અનુભવરૂપ ઘટ આદિની જેમ જીવનું લક્ષ્ય કરાય છે. તેથી ઉપયોગને લક્ષણ કહે છે. આનો વિસ્તાર અહીં પણ કરાયો છે, અન્યત્ર પણ કરાયેલ છે, તેથી ફરી તેનો વિસ્તાર કરતા નથી. તેથી જ વિશેષગ્રાહી રૂપ જ્ઞાન વડે સામાન્યગ્રાહી દર્શન વડે, સુખ - આહ્લાદ રૂપથી, દુઃખ - તેનાથી વિપરીત રૂપને અનુક્રમે લક્ષ્ય કરે છે. સજીવોમાં કદાચિત્‌ જ્ઞાનાદિ ઉપલબ્ધ થતાં નથી.
હવે શિષ્યોના દૃઢતર સંસ્કારને માટે ઉક્તલક્ષણ સિવાયના બીજા લક્ષણો (જીવના) કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યાંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન સામર્થ્ય લક્ષણ ઉપયોગ - અવહિતત્વ છે. આ જ્ઞાનાદિ તે જીવના લક્ષણ છે. આના વડે જ જીવ અનન્ય સાધારણપણાથી ઓળખાવાય છે.
આ પ્રમાણે જીવલક્ષણ કહીને પુદ્ગલ લક્ષણ કહે છે –
શબ્દ - ધ્વનિ, અંધકાર, ઉદ્યોત - રત્નાદિ પ્રકાશ, પ્રભા - ચંદ્રાદિની દીધિતિ, છાયા, આતપ - સૂર્ય બિંબિ જનિત ઉષ્ણ પ્રકાશ. વર્ણ - નીલ આદિ, રસ - તિક્ત આદિ, ગંધ સુરભિ આદિ, સ્પર્શ - શીત આદિ - X - આ બધાં વડે તેના લક્ષ્યપણાથી તેને પુદ્ગલના લક્ષણો કહેલ છે. પૌદ્ગલિક છે. પ્રતિઘાત વિધાયિત્વ આદિથી આનો મૂર્તિભાવ છે. અંધકાર અને ઉદ્યોતાદિનું પૌદ્ગલિકત્વ ચક્ષુના વિજ્ઞાન વિષયત્વથી છે. જે પૌદ્ગલિક નથી તે ચક્ષુ વિજ્ઞાનનો વિષય પણ થતો નથી, જેમકે – આત્મા આદિ. અંધકાર - તે આ લોકનો અભાવ, તે પણ ચક્ષુ વિજ્ઞાનનો વિષય છે - X - X - X - એ પ્રમાણે છાયા અને આતપ પણ પૌદ્ગલિક વસ્તુત્વ જાણવું. આ બંનેનું સ્પર્શન ગ્રાહ્યત્વથી પૌદ્ગલિકત્વ છે. - X - X - વર્ણ આદિનું પૌદ્ગલિકત્વ તો પ્રસિદ્ધ જ છે.
આના વડે દ્રવ્ય લક્ષણ કહ્યું. હવે પર્યાય લક્ષણ કહે છે –

Linked texts (2)