Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1407

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1407

Language
Gujarati

1407

વિવેચન–૧૦૮૮
એકનો ભાવ તે એકત્વ - ભિન્ન એવા પરમાણુ આદિમાં જે આ ઘટ આદિ એક છે. એવી પ્રતીતિ હેતુ સામાન્ય પરિણતિરૂપ. પૃથક્‌ત્વ - આ અમારાથી પૃથક્‌ છે, એવો પ્રત્યય ઉપનિબંધન, સંખ્યા - જે એક, બે, ત્રણ ઈત્યાદિ પ્રતીતિ કરાવે, જેના વડે આકાર વિશેષ રચાય તે સંસ્થાન - પરિમંડલ ઈત્યાદિ. સંયોગ - આ આંગળીઓનો સંયોગ છે. ઈત્યાદિ વ્યપદેશ, વિભાગ - આ આનાથી વિભક્ત છે તે બુદ્ધિ હેતુ. ચ શબ્દથી ન કહેવાયેલા નવા, જૂના આદિ પર્યાયનો ઉપલક્ષક છે. લક્ષણ - અસાધારણરૂપ. - X - X - X -.
આ રીતે સ્વરૂપથી અને વિષયથી જ્ઞાનને જણાવીને દર્શનને કહે છે.

Linked texts (2)