Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1427

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1427

Language
Gujarati

1427

વિવેચન–૧૧૧૧
પૂર્વોપચિત જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરીને, સમ્યક્‌ પણે પાપો થકી વિરમવું તે ચારિત્ર. તપ વડે, ચ શબ્દથી જ્ઞાન અને દર્શન વડે૦
(શંકા) અનંતર તપ વડે કર્મ ક્ષપણને હેતુપણે કહેલ છે, અહીં જ્ઞાન આદિને પણ કર્મક્ષય હેતુ કહ્યો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન) તપ પણ આના સહિત ક્ષપણનો હેતુ છે, તે જણાવવા માટે આમ જણાવેલ છે. તેથી જ મોક્ષમાર્ગત્વ પણ ચારેથી ઉત્પન્ન થાય છે.
ત્યારપછી સર્વ દુઃખના પ્રકૃષ્ટ ક્ષયને માટે - પ્રકર્ષથી હાનિને પામે તે પ્રક્ષીણ બધાં દુઃખો જેમાં થાય છે તે અથવા સર્વે દુઃખોની પ્રકૃષ્ટ હાનિને કે પ્રકૃષ્ટ ક્ષય જેમાં થાય છે તે. તે સિદ્ધિ ક્ષેત્ર જ છે. - X - X - અથવા બધાં દુઃખો અને અર્થ-પ્રયોજનો હીન થયા છે જેમના તે, તથાવિધ સિદ્ધિમાં ગમન કરે છે, તેમ જાણવું. - X - X - X.

Linked texts (2)