Uttarajjhayana 1428
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1428
- Language
- Gujarati
1428
૦ અઠ્ઠાવીસમું અધ્યયન કહ્યું. હવે ઓગણત્રીશમું આરંભીએ છીએ. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં જ્ઞાનાદિને મુક્તિમાર્ગ પણે કહ્યા. તે સંવેગાદિ મૂલર્થ અકર્મતા સુધી તે પ્રમાણે થાય છે. તે અહીં કહે છે, અથવા અનંતર અધ્યયનમાં મોક્ષમાર્ગ ગતિ કહી, તે અહીં અપ્રમાદ જ તેનો પ્રધાન ઉપાય છે. જ્ઞાનાદિ પણ તેના પૂર્વક જ હોય, તે જ વર્ણવે છે. અથવા અનંતર અધ્યયનમાં મુક્તિમાર્ગ ગતિ કહી. તે વીતરાગત્વ પૂર્વક હોય છે. તેથી જે રીતે થાય છે, તે રીતે આ અધ્યયન વડે કહે છે. આ ત્રણ સંબંધોથી આવેલ આ અધ્યયન છે. - X - X - તેના નામ નિર્દેશને માટે નિર્યુક્તિકારશ્રી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati