Pramāṇa · Search · About · API

Uttarajjhayana 143

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 143

Language
Gujarati

143

વિવેચન–૪૬
પૂજાને યોગ્ય તે પૂજ્ય - આચાર્યાદિ. વિપક્ષિત શિષ્ય પરત્વે સંતુષ્ટ રહે છે, સંબુદ્ધ - સમ્યગ્‌ વસ્તુ તત્ત્વના જ્ઞાતા, પૂર્વ - વચનાદિ કાળની પહેલાથી જ, વાચના કાળે નહીં. તત્કાળ વિનયની કૃતપ્રતિક્રિયા રૂપત્વથી તેવા પ્રકારની પ્રસન્નતાના જનકત્વથી. સંસ્તુત - વિનય વિષય-પણાથી પરિચિત અથવા સદ્ભૂત ગુણ-કીર્તનાદિ વડે પૂર્વ સંસ્તુત - X - X - અર્થ - મોક્ષ, તે પ્રયોજન જેનું છે તે, શ્રુત - અંગોપાંગ, પ્રકીર્ણકાદિ રૂપ આગમ, તેવા વિપુલ અર્થી, સુવર્ણાદિ કે સ્વર્ગના અર્થી નહીં. આના વડે પૂજ્યપ્રસાદનું અનંતર ફળ શ્રુત કહ્યું અને વ્યવહિત ફળ મુક્તિ છે.
હવે શ્રુત પ્રાપ્તિનું ઐહિક ફળ કહે છે –

Linked texts (2)